- રાજ્યમાં 10 આઈએએસની અધિકારીઓની બદલી
- CM ભુપેન્દ્ર પટેલે પ્રથમ વખત કરી IAS અધિકારીઓની બદલી
- હવે વિધાનસભા ઇલેક્શન પહેલા IPS અધિકારીઓનો થશે ફેરફાર
ગાંધીનગર : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી(Vijay Rupani) 11 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યા બાદ નવી સરકારની રચના થઈ હતી. જેમાં મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારથી નવી સરકાર દ્વારા રાજ્યમાં આઈએએસ અધિકારીઓની બદલી થશે તેવી વાતોની ચર્ચા વધુ વેગવંતી બની હતી. પરંતુ એક મહિના સુધી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે હવે 10 જેટલા આઈએએસ અધિકારીઓની બદલી(Replacement of IAS officers) કરી છે. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે રહેલા મુખ્યપ્રધાનના સચિવ તરીકે એમકે દાસ અને અશ્વિનીકુમારને પણ નવી જગ્યાએ બદલી કરવામાં આવી છે.
ક્યાં અધિકારીઓ ક્યાં બદલી કરાઈ
ક્રમ | નામ | હોદ્દો |
1 | મનોજકુમાર દાસ | પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અગ્ર સચિવ |
2 | સીવી સોમ | નર્મદા પાણી પુરવઠા વિભાગ એડિશનલ સેક્રેટરી |
3 | જેપી ગુપ્તા | નાણાં વિભાગના મુખ્ય સચિવ |
4 | અશ્વિનીકુમાર | સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ |
5 | મિલિન્દ તોરવણે | જીએસટી વિભાગ |
6 | અવંતિકા સિંઘ | ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના ચીફ- એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો ચાર્જ |
7 | બીએ શાહ | બોટાદ કલેક્ટર |
8 | સદીગપુલી ચાકચુક | ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીના ડિરેક્ટર વધારાનો ચાર્જ |
9 | કમલ શાહ | એડિશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ગાંધીનગર |
10 | તુષાર સુમેરા | કલેક્ટર ભરૂચ |