રાજ્યમાં 50 ટકા ખેડૂતોને ટ્રેકટરની સબસિડી નથી ચૂકવાઈ, 18,701 અરજી પડતર - Gujarat
રાજ્યમાં ખેડૂત ઓછી મહેનતે વધુ પાક મેળવી શકે અને આધુનિક ટેકનોલોજી ખેતી કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં સહાય અને સબસિડી આપવામાં આવે છે, પરંતુ છેલ્લાં બે વર્ષની જો વાત કરવામાં આવે તો છેલ્લાં બે વર્ષથી 50 ટકાથી ઓછાં ખેડૂતોને સબસિડી ચૂકવવામાં આવી નથી. જ્યારે અન્ય કારણોસર પણ 18 હજારથી વધુ ખેડૂતોની અરજી હજી સુધી પણ પડતર હોવાની વાત વિધાનસભાગૃહમાં સામે આવી છે.
ગાંધીનગર : વિધાનસભાના સત્રમાં ખેડૂતોને આપવામાં આવતી સહાય બાબતે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ટ્રેક્ટર મુદ્દે અને ટ્રેક્ટરની આર્થિક સહાયને સબસીડી મેળવવાની અરજીઓ નામંજૂરી અરજીઓ અને પડતર અરજીઓ બાબતે પ્રશ્ન પૂછ્યાં હતાં. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં રાજ્યના 33 જિલ્લાના કુલ 1,10,611 ખેડૂતોએ અરજી કરી હતી. જેમાંથી 49, 249 જેટલા ખેડૂતોની અરજી મંજૂર કરી છે. જ્યારે 42,533 જેટલા ખેડૂતોની અરજી નામંજૂર કરવામાં આવી છે. જ્યારે 18,701 જેટલી અરજીઓ પડતર સ્વરૂપે રાખવામાં આવી છે.