- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી
- રાજ્યના અલગ અલગ શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજુૂરી આપી
- ડ્રાફ્ટ સ્કીમોની મંજૂરીથી શહેરી વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો ઉભી થશે
ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(TP Scheme permitted By CM Bhupendra Patel) ગુજરાતના શહેરી વિકાસને ગતિ આપવા ચાર શહેરોની કુલ આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને(town planning scheme cm Bhupendra Patel) મંજૂરી આપી છે. મંજૂર કરેલી સાત ડ્રાફટ સ્કીમોમાં અમદાવાદના નરોડામાં TP સ્કીમ(Town Planning Scheme) નં. 124-એ.બી.સી.ડી, સાંતેજમાં TP સ્કીમ નં. 153, રાજકોટની વાવડીમાં TP સ્કીમ નં. 24 તેમજ ભાવનગરના સીદસરમાં TP સ્કીમ નં. 28નો સમાવેશ થાય છે.
7 ડ્રાફ્ટ સ્કીમ મંજૂરી
અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની આ 7 ડ્રાફટ TP સ્કીમો મંજૂર થવાથી કુલ 72.34 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આ ઉપરાંત પાટણ વિસ્તારની 01 પ્રિલીમીનરી સ્કીમને પણ મંજુરી આપવામાં આવી છે. જેનાથી કુલ 13.97 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આમ, રાજ્યના કુલ 4 શહેરોની 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર(tp scheme in gujarat) થવાથી સમગ્રતયા 86.31 હેકટર્સ જમીન સંપ્રાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે આ 8 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતા સંપ્રાપ્ત જમીન પર સંબંધિત સત્તામંડળ જાહેર સુવિધા અને વિકાસ કામો કરી શકશે.