ગાંધીનગર: સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટની 77માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાજપના કાર્યકર્તાઓ સાંસદ સભ્ય કિરીટ પટેલ અને ભાજપના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત દેશમાં જોખમ ઉભું થાય તો પોતાના જીવ આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ બાદ સી.આર.પાટીલે રીક્ષા ત્રિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરી હતી.
Independence Day: ભવિષ્યમાં દેશ પર મુશ્કેલી આવશે તો આજનો યુવાન પોતાનો જીવ આપતા ખચકાશે નહીં- સી.આર.પાટીલ - C R Patil
ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલની અધ્યક્ષતામાં 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,આજના દિવસ એ ઇતિહાસ યાદ કરવાનો દિવસ છે. . અસંખ્ય લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે યાત્રામાં ભાગ લીધો છે. પોતાના ઘરની ઉપર પણ ધ્વજ લહેરાવ્યો છે.
જીવ આપવા તૈયાર:પાટીલ 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી દરમિયાન સી.આર. પાટીલે યુવાઓ સાથે સંકલ્પ પણ લેવડાવ્યો હતો. જેમાં પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,આજના દિવસ એ ઇતિહાસ યાદ કરવાનો દિવસ છે. જે યુવાનોને પોતાની યુવાની અંગ્રેજોના રાજમાં જેલમાં વિતાવી હતી. તેમને અને તેમના પરિવારને યાદ કરવાનો આ દિવસ છે. આ ઇતિહાસ આવનારી પેઢીને હંમેશા યાદ રહે અને 14 મી ઓગસ્ટ કે જે દિવસે દેશના વિભાજન થયું હતું. તેમાં પણ 20 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેઓને પણ યાદ કરવા જોઈએ અને સંકલ્પ પણ આજે લેવામાં આવ્યો છે કે દેશનો તિરંગો હંમેશા લહેરાતો રાખીશું. આ તે સામે આવનારા દિવસમાં કોઈપણ પ્રકારનું જોખમ ઊભું થશે .તો આ દેશના દરેક યુવાન પોતાના જીવ આપતા ખચકાશે નહીં તેઓ સંકલ્પ પણ આજે કમલમ ખાતે લેવામાં આવ્યો છે.
પીએમ મોદીના 2 મુદ્દાઓ સફળ રહ્યા: વધુમાં નિવેદન આપ્યું હતું કે, આજે 70માં સ્વતંત્ર સભ્યની ઉજવણી ખાતે પણ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા બે વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા જેવા બે મુદ્દા લોકો સમક્ષ મૂક્યા છે. તેના કારણે જ આખા દેશમાં અને ગુજરાતમાં તિરંગા યાત્રા પણ યોજવામાં આવી હતી. અસંખ્ય લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ રીતે યાત્રામાં ભાગ લીધો છે. પોતાના ઘરની ઉપર પણ ધ્વજ લહેરાવ્યો છે. ત્યારે દેશભક્તિ પણ લોકોમાં ખૂબ જોવા મળી છે. આ બંને મુદ્દા સફળ રહ્યા હોવાનું નિવેદન પણ સી આર પાટીલે આપ્યું હતું.