ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ, 977 ડિસ્ચાર્જ, 18 મોત, કુલ 74,391 - ગાંધીનગરમાં કોરોનાના આંકડા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1152 કેસ નોંધાયા હતા. જો કે, 977 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને 18 લોકોના મોત થયા હતા. જે બાદ રાજ્યમાં કુલ આકંડો 74,391 પર પહોંચી ગયો છે.

corona case in gujarat
corona case in gujarat

By

Published : Aug 12, 2020, 8:15 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 70 હજાર વટાવી દીધો છે. ત્યારે 24 કલાકમાં નવા 1152 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 18 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 74,391 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી બુધવારે પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે, 977 દર્દીઓને આજે રજા આપવામાં આવી હતી.

કોરોના પોઝિટિવ કેસના આંકડા
ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 147, સુરત મહાપાલિકા વિસ્તારમાં 195, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 93, રાજકોટ કોર્પોરેશન 59, સુરત 59, રાજકોટ 36, અમરેલી 35, ભાવનગર કોર્પોરેશન 35, જામનગર કોર્પોરેશન 34, પંચમહાલ 34, મહેસાણા 32, ગીર સોમનાથ, કચ્છ, સુરેન્દ્રનગર, વડોદરા 27-27, ભરૂચ 25, દાહોદ 21, મોરબી 21, વલસાડ 18, ગાંધીનગર 16, ખેડા 16, ગાંધીનગર કોર્પોરેશન 14, જુનાગઢ કોર્પોરેશન 14, આણંદ 13, નવસારી 13, અમદાવાદ 12, ભાવનગર, નર્મદા, સાબરકાંઠા 11-11, પાટણ 10, બનાસકાંઠા 8, બોટાદ 6, તાપી 6, જુનાગઢ 5, અરવલ્લી 4, જામનગર 4, પોરબંદર 3, છોટાઉદેપુર 2, મહીસાગર 2 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 75 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી 2715 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 28,351 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત બુધવારે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 195 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 77 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 272 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details