- રાજ્યમાં કોરોના કેસમાં ધીમા ગતિએ વધારો
- છેલ્લા 24 કલાકમાં 34 પોઝીટીવ કેસ નોંઘાયા
- ગુજરાત માં રિકવરી રેટ 98.76 ટકા
ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસ એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા. ત્યાર બાદ હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા. અને કોરોના સંક્રમણ કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી પણ હવે રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ઓક્ટોબર માસની 14 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન જેવા કે, અમદાવાદ, બરોડા, અને સુરત કોર્પોરેશન માં કેસ નોંધાયા છે. જ્યારે 33 જિલ્લામાંથી ફક્ત 5 જેવાકે નર્મદા, કચ્છ, જૂનાગઢ, નવસારી, મહેસાણા, સુરત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 34 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિતમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (State Health Department) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોના ની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવતું રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે, સુરત બરોડા અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 07 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 03 દર્દીને હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે.
આજે 3,33,430 નાગરીકોએ વેકસીન લીધી
14 ઓક્ટોબર ના રોજ રાજ્યમાં કુલ 3,33,430 નાગરિકોને વેકસીન આપવામાં આવી છે, જ્યારે 18 વર્ષ થી વધુ વયના 65,745 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો, જ્યારે 1,71,602 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ 6,63,31,478 નાગરિકોને રસીકરણ કરવામાં આવ્યું છે.