ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ગણતરીના મહિના બાકી છે. ત્યારે હવે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાવાની રાજનીતિ શરૂ થઈ છે. ત્યારે 'આપ' ના નારાજ 3000થી વધુ કાર્યકર્તાઓએ આજે ભાજપ પ્રદેશ કાર્યાલયે કાર્યકર્તાઓ આપ પાર્ટીની ટોપી ઉતારીને ભાજપની નિશાની સાથે નિયમિત રીતે પોતાની કરી છે. કાર્યક્રમ સી.આર. પાટીલ કમલ્મ આવે તે પહેલાં જ આપ પાર્ટીની ટોપી ઉતારીને કાર્યકર્તાઓએ કેસરી ટોપી પહેરી હતી.
ખેડૂતોએ ટિકિટની માંગ કરી આપ પાર્ટીના જવાબ નહિ - આમ આદમી પાર્ટીએ ખેડૂતોના પ્રશ્નોને માંગ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની માંગ કરવામાં આવી હતી. પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા કોઈપણ પ્રકારનો પ્રત્યુત્તર આપવામાં આવ્યો ન હતો. જ્યારે જે લોકોએ ટિકિટની માગણી કરી છે તે લોકોને પક્ષમાંથી બહાર કાઢવાની વાત પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી બહાર કાઢે તે પહેલાં જ ભાજપ પક્ષમાં સત્તાવાર રીતે જોડાઈ રહ્યા છીએ તેવા નિવેદનો પણ કાર્યકર્તાઓએ આપ્યું હતું.
કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા આપ પાર્ટીને ઝટકો - પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ત્યારે આપ ની નજર હવે ગુજરાતના વિધાનસભા (AAP's Assembly Election Strategy) બેઠક પર છે. ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાન અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં (Arvind Kejriwal on visit to Gujarat) પણ રોડ શો કરવાના છે. તેના ગણતરીના દિવસો પહેલાં જ આમ આદમી પાર્ટીના 3000થી વધુ કાર્યકરોએ કમલમ ખાતે આવીને આપ પાર્ટી સાથે છેડો ફાડ્યો છે. ત્યારે હવે આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલા હજુ કઈ કઈ પાર્ટી તૂટી રહી છે તે પણ જોવું રહ્યું.
આ પણ વાંચો :Gujarat Assembly Election 2022: AAPએ પંજાબ વિધાનસભા ચૂંટણી જીતાડનારા 'ચાણક્ય'ને બનાવ્યા ગુજરાતના પ્રભારી