ઓમાનના સુલતાનને શ્રદ્ધાંજલિ આપવા ગુજરાત સરકારે પણ અડધી દાંડીએ ધ્વજ ફરકાવ્યો - રાષ્ટ્રીય શોક દિવસ
ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગઈકાલે ખાસ નોટિફિકેશન કરીને દેશના સમગ્ર સરકારી ઓફિસ સચિવાલય તથા તમામ વિધાનસભા પર જે રાષ્ટ્ર ધ્વજ સતત વધી રહ્યો છે. તેને સોમવારે અડધી દાંડીએ ફરકાવવાની સૂચના આપી છે. મહત્વના કારણની જો વાત કરવામાં આવે તો ઓમાનના સુલતાન કાસુબ બિન સઈદ અલ સઇદનું 10 જાન્યુઆરી 2020ના રોજ નિધન થયું હતું. તેના માનમાં કેન્દ્ર સરકાર દ્વારા સોમવારના દિવસને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે જાહેર કરેલા નોટિફિકેશનને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતની તમામ સરકારી કચેરી ઉપર જ્યાં રાષ્ટ્ર ધ્વજ ફરકે છે. તે તમામ રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવાનો નિર્ણય કર્યો છે. આજે વહેલી સવારથી જ્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યાં અડધી દાંડીએ રાષ્ટ્રધ્વજને રાખીને કુમારના સુલતાન કાબુ શહીદ શહીદને સન્માન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના સચિવાલયના સ્વર્ણિમ સંકુલ- 1 સ્વર્ણિમ સંકુલ 2 અને વિધાનસભા ઉપર રાષ્ટ્રધ્વજને પણ અડધી દાંડીએ ફરકાવવામાં આવ્યો છે.