મળતી માહિતી મુજબ, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરેલી જાહેરાત પ્રમાણે વિધાનસભા ગૃહનો કામકાજનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમવારથી ગુરૂવાર દરમિયાન બેઠકનો સમય સવારે 11.00થી સાંજના 4.30 સુધીનો હતો. એ સમય હવે બપોરના 12.00થી સાંજના 5.00 કલાક કરાયો છે. રીસેસનો સમય 2.30થી 3.00 કલાકનો રહેશે.
વિધાનસભામાં સમય બદલાયો, જૂના સમય મુજબ ચાલશે સત્ર - Vidhansabha
ગાંધીનગર: વિધાનસભાના કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સમયમાં ફેરફાર કર્યો હોવાની ગૃહમાં જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, 14મી વિધાનસભાના પ્રથમ સત્રમાં જ અમુક ધારાસભ્યોએ કરેલી રજૂઆતના પગલે સમય બદલવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ હવે પહેલા જે સમય હતો તે જ કરી દેવામાં આવ્યો છે.

વિધાનસભામાં સમય બદલાયો, જૂના સમય મુજબ ચાલશે સત્ર
શુક્રવારના રોજ સવારની બેઠકનો સમય સવારે 9.30થી બપોરના 2.00 સુધીનો હતો. તે સમય બદલીને સવારે 10.00થી બપોરના 2.30 કલાકનો કરાયો છે. રીસેસનો સમય 12.00થી 12.30 કલાકનો રહેશે. જે દિવસે 2 બેઠક હશે તે દિવસની પ્રથમ બેઠકનો સમય સવારે 10.00થી બપોરના 2.30 કલાકનો રહેશે. રીસેસનો સમય 2.30થી 3.30 કલાકનો રહેશે. બીજી બેઠક બપોરના 3.30થી રાત્રીના 8.00 કલાકનો રહેશે. જેનો અમલ શુક્રવારથી થશે.