દહેગામના વડવાસામાં એક જ રાતમા ત્રણ ચોરીના બનાવો - ગાંધીનગરમાં ચોરીના બનાવો
ગાંધીનગર: દિનપ્રતિદિન વધતા જતા ક્રાઈમમાં વધુ એક ધટના સામે આવી છે. દહેગામ તાલુકાના વડવાસા ગામમાં આવેલા અમલદારોના પંચેશ્વર ફાર્મ હાઉસમા ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. એક જ રાતમાં બાજુમાં આવેલી એક ફેક્ટરી અને ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફાર્મ હાઉસમાંથી પાંચ હજારની કિંમતના વાયરની ચોરી થઈ હતી. પોલીસે માત્ર અરજીના આધારે આરોપીઓને પકડી લીધા હતા.
દહેગામ તાલુકામાં આવેલા વડવાસા ગામમાં એક જ રાતમાં ઇન્સ્ટન મર્કન્ટાઇલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, ફાર્મ હાઉસ તેમજ ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. ફાર્મ હાઉસમાંથી પાંચ હજારની કિંમતના વાયરની તેમજ અલગ-અલગ વસ્તુઓની મોટી સંખ્યામાં ચોરી કરી પલાયન થઈ ગયા હતા. કંપનીમાં અંદરના ભાગે પ્રવેશીને લોખંડની એંગલ, ગિલીયન ઝાડી અને ગામમાં આવેલા બ્રહ્માણી માતાજીના મંદિરમાંથી દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. આ બાબતે કંપનીના કર્મચારી દ્વારા દહેગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી. જેને આધારે પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.