ગુજરાત

gujarat

ETV Bharat / state

ત્રણેય પક્ષના લોકો સાથે ચર્ચા કરી પોતાના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરશે - Gujarat Assembly Election 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની સત્તાવાર જાહેરાત (Announcement of Gujarat Assembly Election 2022) થઈ ચૂકી છે. એવામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા મતદારોની રીઝવવા માટેના અવનવા વચનો (Gujarat Election Manifesto) આપવામાં આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ લોકોને આપી ગેરંટીઓ, ભાજપ પક્ષ રૂટ લેવલ પર કરશે કામ, અને કોંગ્રેસે ખાટલા બેઠકો યોજશે.

ત્રણેય પક્ષના લોકો સાથે ચર્ચા કરી પોતાના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરશે
ત્રણેય પક્ષના લોકો સાથે ચર્ચા કરી પોતાના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરશે

By

Published : Nov 3, 2022, 5:11 PM IST

Updated : Nov 3, 2022, 5:39 PM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની સત્તાવાર જાહેરાત(Announcement of Gujarat Assembly Election 2022) કરી દેવામાં આવી છે. જેમાં 1 અને 5 ડિસેમ્બરના દિવસે તબક્કા વાર મતદાન યોજવામાં આવશે. 8 ડિસેમ્બરના દિવસે પરિણામ (Gujarat Assembly Election 2022 Result) જાહેર કરવામાં આવશે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા મતદારોની રીઝવવા માટેના અવનવા વચનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ લોકો સમક્ષ જઈને ગેરેન્ટીઓની (AAP Part Guarantees) વણઝાર આપી છે. કોંગ્રેસે ખાટલા બેઠકો યોજી છે. જ્યારે ભાજપ પક્ષ રૂટ અને બુથ લેવલ પર જઈને ચર્ચા કરશે.

કોંગ્રેસ આપ્યા વચનો

કોંગ્રેસ ખાટલા બેઠક યોજી લીધા જનતાના પ્રશ્નોગુજરાત વિધાનસભા ચૂંટણી2022 (Gujarat Assembly Election 2022) અંતર્ગત ચૂંટણી ઢંઢેરાની તૈયારી બાબતે ગુજરાત પ્રભારી રઘુ શર્માએ ETV Bharatને જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ 15,000થી વધુ ખાટલા બેઠકો કરવામાં આવી છે. જેમાં રાજ્યની અલગ અલગ ક્ષેત્રના લોકોને કોંગ્રેસને ઢંઢેરા બાબતે માર્ગદર્શન આપ્યું છે. આ સાથે જ લોકોને જે તકલીફ પડી રહી છે. તેને પણ ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરી લેવામાં આવશે. આ સાથે જ કેન્દ્રીય કોંગ્રેસ મોવડી મંડળ (Congress Party) દ્વારા જે 8 વચનો આપવામાં આવ્યા છે. તેને પણ ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપવામાં આવશે. જ્યારે સૌથી વધુ ફરિયાદ મોંઘવારી, શિક્ષણ, રોજગારી બાબતની પ્રાપ્ત થઈ છે.

આમ આદમી પાર્ટીએ આપી છે અનેક ગેરંટીઓ

આમ આદમી પાર્ટીએ આપી છે અનેક ગેરંટીઓઆમ આદમી પાર્ટીના સંયોજક (Aam Aadmi Party Coordinator) અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ ખીજદીવાલ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ગયા છે અને જ્યારે પણ ગુજરાત આવ્યા છે. ત્યારે તેઓએ અનેક જાહેરાત પણ કરી છે. જે અંતર્ગત યુવાઓને બેરોજગારી ભથ્થું, મહિલાઓને આર્થિક સહાય, વીજ બીલમાં માફી જેવા ગેરંટીઓ આપવામાં આવી છે. જ્યારે અરવિંદ કેજરી વાલે ત્રણ સપ્ટેમ્બરના રોજ રાજકોટમાં ઘરે ઘરે જઈને ગેરંટી કાર્ડ પણ આપ્યા હતા.

ભાજપ રૂટ લેવલે જશે : ઋત્વિજ પટેલભાજપના નેતા ઋત્વિજ પટેલે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ડબલ એન્જીન સરકારનું પ્રચાર કરવામાં આવશે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા કામો, ભવિષ્યમાં કેવા કામો કરવામાં આવશે. તેને પર વિશેષ ફોક્સ રાખીને ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવામાં આવશે. જ્યારે શહેરથી લઇને જિલ્લાઓ, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈને લોકો સાથે ચર્ચા કરીને ભાજપ મેનિફેસ્તો તૈયાર કરશે. જેમાં વિકાસ સાથે લોકોને ફાયદો અને રાહત મળે તે બાબતના મુદ્દાઓ ચૂંટણી ઢંઢેરામાં મુકવામાં આવશે.

Last Updated : Nov 3, 2022, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details