ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરસોમનાથના વધુ 3 દર્દી કોરોનામુક્ત થતા અપાઇ રજા

ગીરસોમનાથ જિલ્લામાં વધુ 3 દર્દીઓએ કોરોના પર વિજય મેળવ્યો છે. જિલ્લાના સુત્રાપાડા તાલુકાના 2 અને તાલાળા તાલુકાનો 1 દર્દી કોરોના મુક્ત થતા તેમને રજા અપાઈ હતી.

કોરોનામુક્ત
કોરોનામુક્ત

By

Published : May 28, 2020, 8:38 PM IST

ગીરસોમનાથ:સમગ્ર દેશમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે ચોથા તબક્કાનું લોકડાઉન અમલમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસના દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. સુત્રાપાડા તાલુકાના 2 અને તાલાળા તાલુકાનો 1 સહિત કુલ 3 દર્દીઓને કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી ડિસ્ચાર્જ કરાયા છે.

સુત્રાપાડા તાલુકાના ઉંબરી ગામના રહેવાસી અનમોલબેન વાસુભાઈ બારડ જેની ઉંમર 23 વર્ષ છે અને મંજુલાબેન બચુભાઈ ગોહિલ જેની ઉંમર 24 વર્ષ છે.

ઉપરાંત તાલાળા તાલુકાના ચિત્રાવાડ ગામના રહેવાસી રહીમભાઈ બહાદુર સમનાની જેની ઉંમર 21 વર્ષ છે, તેમને કોરોના વાઇરસ પોઝિટિવ આવતા સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા.

આરોગ્ય શાખાના ડોકટર અને કર્મચારીઓ દ્રારા આ તમામ દર્દીઓની કાળજી પુર્વક સારવાર કરવામાં આવી હતી. તમામ દર્દીઓને કોરોના વાઇરસ માંથી મુક્તિ મળતા આજે કોવિડ કેર સેન્ટર લીલાવંતી ભવન સોમનાથ ખાતેથી રજા આપવામાં આવી હતી.

તેઓને 14 દિવસ માટે હોમ ક્રોવોરેન્ટાઈનમાં રહેવા તેમજ સાવચેતી, સુરક્ષા અને આરોગ્યની સલામતી માટે જાણકારી આપવામાં આવી હતી.


ABOUT THE AUTHOR

...view details