આ બનાવથી આજૂબાજૂના વિસ્તારમાંથી ટોળે-ટોળા એકઠા થયા હતા. મળતી માહિતી મુજબ વિસનગરમાં થયેલા કાર અકસ્માતમાં હીરાના કારખાના ચલાવતા ચાર વેપારીઓ દર રવિવારે અમદાવાદ ખાતે પોતાના કામ અર્થે જતા હતા. પોતાનું કામ પુરૂં કરીને સોમવારની વહેલી સવારે ત્રણ કલાકની આસપાસ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન તેમની કારમાં માણસા પાસેના બોરૂ ગામ પાસે પહોંચતા જ અકસ્માત થયો હતો.
વિસનગરના હીરાના વેપારીઓને નડ્યો અકસ્માત, 3ના મોત - રોડ અકસ્માત
ગાંધીનગર: આજ કાલ સમગ્ર રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે માણસા નજીક આવેલા બોરૂ ગામના પાટિયા પાસે વિસનગરના હીરાના વેપારીઓને અકસ્માત નડ્યો હતો. કારને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે વેપારીઓના મોત થયા છે. જ્યારે કાર ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
વેપારીઓનો અકસ્માત
કાર ઓવરટ્રેક કરવા જતાં પાછળથી પુર ઝડપે આવી રહેલી કારને ટક્કર મારતાં સામેથી આવી રહેલી કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં અલ્પેશ અને નિખિલ નામના બે વેપારીઓના મોત ઘટનાસ્થળે જ નિપજ્યા હતા. જ્યારે ડ્રાઇવર જીગર ગોસ્વામીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જેમાં એક વેપારીની સ્થિતિ અત્યંત નાજૂક જાણવા મળી રહી છે, અન્ય એક વેપારીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી.