ગાંધીનગરસમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી વાતાવરણ (Monsoon 2022 in Gujarat) સાથે પડી રહેલા વરસાદના પરિણામ સ્વરૂપે ચાલુ સિઝનનો એકંદરે સરેરાશ વરસાદ 100.17 ટકા રહેવાની ગણતરી કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ સરેરાશ વરસાદ કચ્છ વિસ્તારમાં 155.36 ટકા અને સૌથી ઓછો 82.28 ટકા પૂર્વ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં (Total rainfall in Gujarat 2022) સરેરાશ 89.44 ટકા, દક્ષિણ ગુજરાતમાં 108.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં 107.47 ટકાનો રેકોર્ડ છે.
ઇમરજન્સી ઓપરેશન સેન્ટરગુજરાત રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટરને (Emergency Operations Center) આજે મળેલી માહિતીના પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં 24 ઓગસ્ટ, 2022ના રોજ સવારે સાત વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડ્યો હતો. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 203 મિ.મી.અથવા આઠ ઇંચથી વધુ વરસાદ (Gujarat Weather Update) પડ્યો હતો, ત્યારબાદ 134 મિ.મી.વરસાદ નોંધાયો હતો. મોરબી તાલુકામાં 124 મિ.મી., બેચરાજીમાં 124 મિ.મી. અને રાધનપુર તાલુકામાં 121 મિ.મી. વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચોમોરબીમાં મેઘાની તોફાની ઇનિંગ, 24 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ
નવ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદઆ ઉપરાંત, 3 તાલુકામાં 4 ઇંચ ઉપરાંત વિસનગરમાં 114 મિ.મી., ઇડરમાં 120 મિ.મી., અને પાટણમાં 98 મિ.મી., બીજાપુરમાં 82 મિ.મી., સરસ્વતીમાં 90 મિ.મી., અમીરગઢમાં 89 મિ.મી., અને પોસઇમાં 89 મિ.મી. વરસાદ (Rain In Gujarat) નોંધાયો હતો. માણસામાં 89 મિ.મી., જોટાણામાં 84 મિ.મી.અને હિમતનગરમાં 74 મિ.મી. આમ કુલ નવ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.