ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કોરોના વચ્ચે રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારને લઈને મહત્વની બેઠક પૂર્ણ - GANDHINAGAR NEWS

રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં અનેક ધાર્મિક તહેવારોની સાથે 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે આ તહેવારો કઈ રીતે ઉજવવામાં આવે તે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં કોરોના વચ્ચે રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારને લઈને 3.30 કલાકે મળશે મહત્વની બેઠક
રાજ્યમાં કોરોના વચ્ચે રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારને લઈને 3.30 કલાકે મળશે મહત્વની બેઠક

By

Published : Jul 20, 2020, 1:12 PM IST

Updated : Jul 20, 2020, 3:22 PM IST

ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ-1 ખાતે આવેલી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ચેમ્બરમાં એક મહત્વની બેઠક મળશે. જેમાં આવનારા દિવસોમાં જે પણ ધાર્મિક તહેવારો અને રાષ્ટ્રીય તહેવાર એવા 15મી ઓગસ્ટની ઉજવણી રાજ્યમાં કેવી રીતે કરવી આ સાથે જ મેળામાં સંખ્યા વધુ ફેલાય નહીં તે માટે કેવા પગલાં ભરવા તે બાબતની પણ આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં રાજ્ય સરકાર રાજ્યની અંદર ધાર્મિક અને રાષ્ટ્રીય ઉજવણી કરવી કે નહીં તે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. સંકુલ-1માં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.

Last Updated : Jul 20, 2020, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details