ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વચ્ચે શાળા કોલેજો શરૂ કરવામાં ઉતાવળ નહીં કરાય, અભ્યાસક્રમ કટ બાબતે નિર્ણય લેવામાં આવશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા - શિક્ષણ

રાજ્યમાં કોરોના કાળો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે શાળા અને કોલેજ શરૂ થશે કે નહીં તેવા જ પ્રશ્ન લોકમુખે ચર્ચામાં છે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શાળા કોલેજ શરૂ કરવાના મુદ્દે નિવેદન આપતાં જણાવ્યું હતું કે શાળા અને કોલેજ શરૂ કરવામાં ઉતાવળ કરવામાં નહીં આવે, ત્યારે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને શાળા શરૂ કરવાના પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.

કોરોના વચ્ચે શાળા કોલેજો શરૂ કરવામાં ઉતાવળ નહિ કરાઇ
કોરોના વચ્ચે શાળા કોલેજો શરૂ કરવામાં ઉતાવળ નહિ કરાઇ

By

Published : Jul 17, 2020, 3:02 PM IST

ગાંધીનગર: રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે શાળા અને કોલેજો શરૂ કરવા બાબતે ઉતાવળિયો નિર્ણય નહીં લેવામાં આવે. નાના બાળકો અને વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઈને જ નિર્ણય કરવામાં આવશે જ્યારે શિક્ષણવિદો સાથે થયેલી ચર્ચા પ્રમાણે તેઓએ સાડા અને કોલેજો શરૂ કરવા માટે અનેક સૂચનો આપ્યા છે જે પ્રમાણે સૌપ્રથમ રાજ્યમાં કોલેજો શરૂ કરવામાં આવશે. ત્યારબાદ ધોરણ 10થી 12 ના વર્ગો શરૂ કરવામાં આવશે પછી ધોરણ 5થી 8 સુધીના અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે અને છેલ્લે બાલમંદિરથી ધોરણ ચાર સુધીના વર્ગો શરૂ કરવામાં આવશે. જ્યારે શાળા શરૂ કરવામાં આવશે ત્યારે આરોગ્ય વિભાગને પણ સાથે રાખવામાં આવે તેવો વિચાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જ્યારે શાળાઓ શરૂ થઈ જાય ત્યારે બાળકોની આરોગ્ય તપાસ પણ કરવામાં આવશે.

કોરોના વચ્ચે શાળા કોલેજો શરૂ કરવામાં ઉતાવળ નહિ કરાઇ
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં શાળા અને કોલેજના બે માસ પસાર થઈ ચુક્યા છે, ત્યારે હજુ પણ રાજ્યમાં શાળા અને કોલેજો ક્યારે શરૂ થાય તે અંગે ચોક્કસ નિર્ણય કરવામાં નથી આવ્યો, પરંતુ જ્યારે શાળા અને કોલેજો શરૂ કરવામાં આવશે તો કયા કયા અભ્યાસક્રમ રદ કરવામાં આવશે તે અંગે પણ શિક્ષણ વિદો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. આમ, જ્યારે કોલેજ શરૂ થશે ત્યારે અભ્યાસક્રમમાંથી અમુક મુદ્દાઓ રદ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ દર્શાઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details