ગુજરાત

gujarat

ETV Bharat / state

RTEમાં મોટા ગફલા, ગરીબ અને આર્થિક પછાત વર્ગના બાળકો શિક્ષાથી અળગા રહેશે તો કોનો જિમ્મેદારી ? - Cross verification in RTE

ગુજરાતના આઠ કોર્પોરેશન અને 33 જિલ્લાઓમાં 30 માર્ચ થી 11 એપ્રિલ સુધી RTE પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 11 એપ્રિલ સુધીમાં 2,23,233 અરજીઓ શિક્ષણ વિભાગને(RTE admission 2022-23) પ્રાપ્ત થઈ છે. શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓને પ્રવેશ પાડવામાં આવ્યો છે.

RTEમાં એડમિશનમાટે ક્રોસ વેરિફિકેશનની કોઈ સિસ્ટમ નથી, વધુ આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત એડમિશન
RTEમાં એડમિશનમાટે ક્રોસ વેરિફિકેશનની કોઈ સિસ્ટમ નથી, વધુ આવક ધરાવતા વાલીઓના બાળકોને RTE અંતર્ગત એડમિશન

By

Published : May 2, 2022, 2:29 PM IST

Updated : May 3, 2022, 7:01 PM IST

ગાંધીનગર: ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે ગરીબ અને આર્થિકપછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારની રાઇટ ટુ એજ્યુકેશન(Right to education) અંતર્ગત શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા ફોર્મ ભરવાની કામગીરી શરૂ (Cross verification in RTE)કરવામાં આવે છે. ત્યારે રાજ્યના આઠ કોર્પોરેશન અને 33 જિલ્લાઓમાં 30 માર્ચ થી 11 એપ્રિલ સુધી RTE પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં 11 એપ્રિલ સુધીમાં 2,23,233 અરજીઓ શિક્ષણ વિભાગને પ્રાપ્ત થઈ છે. અત્યારે રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન પ્રક્રિયા કાર્યરત છે. પરંતુ વાલીઓના ક્રોસ વેરિફિકેશન માટે ગુજરાતના શિક્ષણ વિભાગ(Education Department of Gujarat) પાસે કોઇ જ પ્રકારની વ્યવસ્થા નથી.

અમીર ઘરના લોકો પણ લઈ રહ્યા છે RTEમાં એડમિશન -વિભાગ માંથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં જે લોકોની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજારથી વધુ છે. તેવા લોકો પણ એજ્યુકેશન અંતર્ગત એડમિશન(RTE admission 2022-23) લઈ રહ્યા છે જ્યારે નિયમ પ્રમાણે શહેરી વિસ્તારમાં આવકની મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ આવક વાલીઓ માટે નક્કી કરવામાં આવી છે.

ક્રોસ વેરિફિકેશનની કોઈ પ્રકારની સિસ્ટમ નથી -મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસે વાલીઓની આવકના સ્રોત વેરીફિકેશન કરવા માટે કોઈપણ પ્રકારની સિસ્ટમ કાર્યરત કરવામાં આવતી હતી. કારણ કે જે વિદ્યાર્થીઓનું એડમિશન રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત થયું હોય છે તેવા વિદ્યાર્થીઓના વાલીઓએ મામલતદારનો આવકનો દાખલો મુક્યો હોય છે અને મામલતદારના આવકના દાખલાની જ માન્ય ગણવામાં આવે છે, આમ ક્રોસ વેરિફિકેશનની કોઈપણ પ્રકારની સિસ્ટમ ન હોવાના વધુ આવક ધરાવતા વાલીઓના બાળકો પણ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લઈ લે છે.

આ પણ વાંચોઃRTE Admission in Ahmedabad: અમદાવાદ શહેરમાં RTE માટે 12,500ની સામે 27,524 ફોર્મ ભરાયા

ગત વર્ષે 4 જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા -રાજ્યના શિક્ષણ વિભાગમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષે પણ આવી જ ઘટનાઓ સામે આવી હતી. જેમાં વાલીઓની ફરિયાદને આધારે તપાસ કરવામાં આવી હતી અને કુલ ચાર જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા હતા. જેમાં શિક્ષણ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે એક વાલી પોતાના બાળકને રોજ ફોરવીલ લઈને શાળાએ મુકવા આવતા હતા અને તેમની ફરિયાદ બીજા વાલી દ્વારા કરવામાં આવી હતી ત્યારે શિક્ષણ વિભાગે સમગ્ર બાબતે તપાસ કરતાની આવક મર્યાદા કરતા વધુ હતી જેથી તપાસના અંતે કુલ ચાર જેટલા એડમિશન રદ કરવામાં આવ્યા હતા.

શિક્ષણપ્રધાને શું કરી જાહેરાત -શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ સોશિયલ મીડિયામાં ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે કે રાજ્યની કુલ 9,955 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઉપલબ્ધ હતી જે અંતર્ગત શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓને પ્રવેશ પાડવામાં આવ્યો છે. જ્યારે જે વાલીઓને એસએમએસથી પ્રવેશ માટેની જાણ કરવામાં આવી છે તેઓ વાલીઓએ 5મી મે સુધીમાં શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ પ્રથમ રાઉન્ડના અંતે 5 મે પહેલા જે વાલીઓને એડમિશનનો SMS આવ્યો છે તેઓએ એડમિશન લઈ લેવું પડશે.

કોર્પોરેશન વિસ્તારમાં RTE અંતર્ગત અરજીઓ

આ પણ વાંચોઃRTE Admission 2022: રાજ્યમાં RTE હેઠળ 2.23 લાખ ફોર્મ ભરાયા, હજી ક્યાં સુધી ફોર્મ ભરી શકાશે, જાણો

હજુ 6933 બેઠકો રાઉન્ડ બાકી -આમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પ્રથમ રાઉન્ડના અંતે 64,462 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 1 માં પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત રાજ્ય સરકાર પાસે 71,396 છે, આમ હજુ બાકી રહેલ 6933 જેટલી બેઠકોમાં આગામી સમયમાં રાઉન્ડ બહાર પાડવામાં આવશે.

ગત વર્ષે 1,81,108 અરજીઓ મળી -ગત વર્ષની વાત કરવામાં આવે તો રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગત વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કુલ 1,81,108 ઓનલાઈન અરજી મળી હતી. જ્યારે વર્ષ 2020માં 2,04,420 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી જેમાં ફક્ત 1,19,697 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Last Updated : May 3, 2022, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details