ગાંધીનગર: રાજ્ય સરકારે પોતાના ટેસ્ટિંગના આંકડા બહાર પાડતાં જણાવ્યું હતું કે 31 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં 7,64,777 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. માત્ર જુલાઈ મહિનામાં જ 3,91,114 ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યાં છે. ઉપરાંત એપ્રિલમાં 64,007, મે મહિનામાં 1,47,923 અને જૂન મહિનામાં 1,61,733 કોરોના ટેસ્ટ થયાં છે.
રાજયમાં અત્યાર સુધીમાં 7.64 લાખ ટેસ્ટિંગ થયા, સરકારે વિગતો જાહેર કરી - કોરોના
રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે વિપક્ષ દ્વારા સરકાર કોરોના ટેસ્ટને લઈને અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. વિપક્ષે આક્ષેપ કર્યાં હતાં કે, ગુજરાત સરકાર કોરોનાનું ટેસ્ટિંગ વધુ પ્રમાણમાં કરતી નથી, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કોરોના ટેસ્ટિંગના આંકડા બહાર પાડવામાં આવ્યાં હતાં જેમાં જણાવાયું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 7.64 લાખથી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે..
રાજયમાં અત્યાર સુધીમાં 7.64 લાખ ટેસ્ટિંગ થયાં, સરકારે વિગતો જાહેર કરી
આમ ૩૧ જુલાઈના રોજ ગુજરાતમાં દર 10 લાખે રોજના ટેસ્ટિંગની સંખ્યા 410.83 રહી છે. ICMR ની પર ડે પર મિલીયન 140ની ગાઈડલાઈનના લગભગ ત્રણ ગણી થવા જાય છે.. જ્યારે પેશન્ટ રિકવરી રેટ અન્ય રાજ્ય કરતાં ઘણો ઊંચો છે, આમ પેશન્ટ રિકવરી રેટ ગુજરાતમાં 73.09 ટકા છે. જ્યારે મૃત્યુ દર 3.97 ટકા છે.
રાજ્ય સરકારે ગુજરાતમાં સૌથી પહેલો કેસ આવ્યો ત્યારથી અત્યાર સુધીની તમામ વિગતો જાહેર કરી હતી