ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરમાં સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરના ઘરમાં ચોરી થતા ચકચાર - news of gandhinagar

ગાંધીનગર: શહેરમાં બેફામ બનેલા તસ્કરોએ એક પછી એક ઘરને ટાર્ગેટ કરી રહ્યાં છે, ત્યારે ગાંધીનગર અને ડીસા કોર્પોરેશનના બ્રાન્ડ એમ્બેસડર અને ગુજરાતી અભિનેતા જનક ઠક્કરના ઘરે ચોરીનો મામલો સામે આવ્યો છે.

ગાંધીનગરમા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરના ઘરમાં ચોરી થતા ચકચાર

By

Published : Sep 23, 2019, 8:27 PM IST

ટીવી એક્ટર તેમજ સુરી સીરીયલમાં સરપંચનો રોલ નિભાવનારા જનક ઠક્કર સેક્ટર-7D પ્લોટ નં-1361/2 ખાતે પરિવાર સાથે રહે છે. પરંતુ ઠક્કર પરિવાર બે દિવસ બહાર જતા તસ્કરોએ ઘરમાં હાથફેરો કર્યો હતો. સોમવારે સવારે ઘરના ભોંયરામાં રહેતાં ડ્રાઈવરની પત્નીએ ઘરમાં ચોરી અંગે જાણ કરી હતી. જેને પગલે તાત્કાલિક પહોંચેલા સરોજબેને ઘરે આવીને જોતા મુખ્ય દરવાજનો નકુચો તૂટેલી હાલતમાં હતો. તપાસ કરતાં પ્રથમ માળના કબાટમાંથી 79 રોકડા ગુમ હતા. તેની સાથે જ ઘરની બહાર પડેલી 8 લાખની કિંમતની સિઆઝ કાર ગૂમ હતી.

ગાંધીનગરમા સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડરના ઘરમાં ચોરી થતા ચકચાર

જનક ઠક્કરના માતાએ ચોરી અંગે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તેમણે ઘરમાંથી રોકડની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. ચોરાયેલી કાર ઘરની પાછળ જ આવેલા રોડ પરથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. સમગ્ર મુદ્દે સેક્ટર-7 પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details