ઘટનાની વિગતો પ્રમાણે પ્રાંતિયા જોગણીમાતા મંદિર સામે રહેતાં અલ્પેશભાઈ ઠાકોર તથા બાજુમાં રહેતાં હિતેષજી ઠાકોરના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. અલ્પેશભાઈની ફરિયાદ મુજબ તેઓ પરિવાર સાથે પોર ગામ ખાતે તેમના સાળાના લગ્ન હોવાથી તેઓ ત્યાં ગયા હતા. બુધવારે સાંજે તેમના માતા, બહેન અને બનેવી ઘર બંધ કરીને ગયા હતા. રાત્રે બે વાગ્યે તેમના બહેન, બનેવી, માતા પોરથી પ્રાંતિયા ઘરે પરત ફર્યા ત્યારે ચોરી થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું.
પ્રાંતિયા ગામમાં 35 લાખની ચોરી પોલીસ ચોપડે, સવા લાખની નોંધાઇ અલ્પેશભાઈ પણ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. તપાસ કરતાં ઘરમાંથી 1.23 લાખની કિંમતના સોનાચાંદીના દાગીના ગુમ હતા બીજી તરફ બાજુમાં રહેતાં હિતેષજી રમણજી ઠાકોરના ઘરે પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ચોરીને પગલે ડભોડા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાંતિયા ગામમાં 35 લાખની ચોરી પોલીસ ચોપડે, સવા લાખની નોંધાઇ પ્રાંતિયા ગામમાં 35 લાખની ચોરી પોલીસ ચોપડે, સવા લાખની નોંધાઇ ઉલ્લેખનિય છે કે, ફરિયાદી અલ્પેશજીનો પરિવાર સાઉન્ડ તથા ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો છે. જ્યારે હિતેષજીનો પરિવાર ખેતી-પશુપાલનનું કામ કરે છે. આ અંગે હિતેષજી ઠાકોરના કાકા બાબુજી માણાજી ઠાકોરે કહ્યું હતું કે, ‘અમારા ઘરે હું ઉપર સુઈ ગયો હતો અને નીચે રહેતાં ભાઈના પરિવારજનો ખેતરમાં હતા. અમારા ઘરે ચોરી કરીને ચોરોએ બાજૂના ઘરમાં ચોરી કરી ત્યાં સુધી તો મને ખબર જ પડી ન હતી. જોકે બુમાબુમ થતા હું જાગી ગયો હતો. અમારા ઘરેથી મારી બે દીકરી, પત્ની, પુત્રવધુના મારાભાઈના પરિવારના દાગીના મળી કુલ 35 લાખની કિંમતના દાગીના હતા. જે અંગે અમે પોલીસને જાણ પણ કરી છે’
પ્રાંતિયા ગામમાં 35 લાખની ચોરી પોલીસ ચોપડે, સવા લાખની નોંધાઇ પ્રાંતિયા ગામમાં 35 લાખની ચોરી પોલીસ ચોપડે, સવા લાખની નોંધાઇ મળેલી માહિતી પ્રમાણે ફરિયાદી અલ્પેશના બહેન-બનેવી લોકો રાત્રે ઘરે પહોંચ્યા ત્યારે ચોર ઘરમાંથી ભાગ્યા હતા. 5 થી 6 શખ્સોમાં એકે તેમને લાકડીથી મારવાનો પ્રયત્ન કર્યો હતો. બુમાબુમ થતા અન્ય ગ્રામજનો દોડી આવતા એક ગ્રામજને તેમને પડકારતા એક તસ્કરે દેશી તમંચા જેવા હથિયારથી ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા આખો દિવસ પ્રાંતિયા ગામમાં ચાલી હતી. જોકે, પોલીસ ચોપડે આવી કોઈ ઘટનાનો ઉલ્લેખ નથી.