ગાંધીનગરરાજ્યનું પાટનગર ગાંધીનગર એકદમ સ્વચ્છ અને સુરક્ષિત શહેર માનવામાં આવી રહ્યું છે, પરંતુ ઉત્તરાયણના દિવસે એવી એક ઘટના સામે આવી કે, જેનાથી પોલીસની પણ ઊંઘ ઊડી ગઈ હતી. સાથે જ સુરક્ષિત શહેરની સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થઈ રહ્યો છે, જેમાં સચિવાલયમાં બ્લોક નંબર 5માં ઊર્જા વિભાગમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા મહેશ પટેલ નામના અધિકારીના ઘરમાં 18.49 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની છે.
આ પણ વાંચોTheft of edible oil in Surat : 7 લાખથી વધુની કિમતનું તેલ ચોરી ગયાં સાળો અને બનેવી, માલિકનો વિશ્વાસભંગ કર્યો
આટલા મુદ્દામાલની થઈ ચોરીફરિયાદ અનુસાર, 11,17,500 રૂપિયાની કિંમતનું સોનું, 2,80,000 રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં સહિત કુલ 18,49,000 રૂપિયાની ચોરી થઈ હતી. વિગતો અનુસાર જોઈએ તો, 3 લાખ રૂપિયાની કિંમતનો સોનાનો હાર, 1.7 લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર, 4.50 લાખ રૂપિયાના સોનાના 3 ડોકિયાં, 1.50 લાખ રૂપિયાની સોનાની 2 ચેન, 1 લાખ રૂપિયાના સોનાના પાટલા, 1.80 લાખ રૂપિયાનો ડાયમંડનો હાર, 1 લાખ રૂપિયાનું ડાયમંડનું મંગળસૂત્ર, 3 લાખ રૂપિયાના સોનાના 3 બ્રેસલેટ, 50,000 રૂપિયાની 4 જોડી બુટ્ટી, 15,000 રૂપિયાની સોનાની 3 વિંટી અને રોકડ 12,000 રૂપિયા ઉપરાંત 10,000 રૂપિયાની લોકર સિસ્ટમ પણ ચોર પોતાના જપતામાં લઈને નાસી છૂટ્યા હતા.
ચોરીની ઘટના બાબતે શું કહ્યું મહેશ પટેલેસમગ્ર ચોરીની ઘટના બાબતે અધિક સચિવ મહેશ પટેલે ETV ભારત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે 3થી 5 કલાક દરમિયાન એક વ્યક્તિ ઘરમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ તમામ સીસીટીવી ફોનમાં ચેક કર્યા અને ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તેમણે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસને CCTV સોંપ્યા હતા.
આ પણ વાંચોભારતમાં ચોરી ઉઠાંતરીનો તરખાટ મચાવતી મધ્યપ્રદેશની ગેંગને ખેડબ્રહ્મા પોલીસે ઝડપી
ચોરો આ રીતે ઘરમાં ઘુસ્યાપોલીસ ફરિયાદ મુજબ, 14 જાન્યુઆરીએ સવારે 9 વાગ્યે તેઓ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવવા કડી ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે તેમણે ઘરના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. પરંતુ મુખ્ય દરવાજાના કેમેરાની દિશા બદલાઈ હતી, જેથી કેમેરાનું રેકોર્ડિંગ ચેક કરતા કોઈકે કેમેરાની દિશા બદલી હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બેઠક રૂમમાં આવેલી બારીની ગ્રીલ હથિયારથી પહોળી કરીને અંદર પ્રવેશ કર્યો હતો. તેમાં જ મુખ્ય દરવાજાનો લોક એને ઈન્ટર્નલ લોક પણ તોડી નાખ્યું હતું, જેથી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં જ ચેક કરતા બેડરૂમની અંદર આવેલા તિજોરીનું લોક તોડીને ચોદીની ઘટનાને અંજામ આપી હતી.
પોલીસે ફરિયાદ નોંધી પણ મીડિયાથી દૂરઆ અંગે ગાંધીનગરની ઈન્ફોસિટી પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ બાબતની સમગ્ર તપાસ કઈ રીતે થઈ રહી છે. આ અંગે ETV BHARATએ ગાંધીનગર DySP ડી. એસ. પટેલ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું રજા પર છું ત્યારબાદ DySP અમી પટેલ સાથે સંપર્ક કર્યો તેઓ પણ રજા પર હોવાની વાત કરી હતી જ્યારે SP તરુણ દુગગલે ફોન રિસીવ કર્યો ન હતો.