ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટનગરમાં આખરે રેન બસેરાનો વિરોધ કરી રહેલા રાજધાની સોસાયટીના રહીશોની જીત, પાલિકાની હાર

ગાંધીનગર વિસ્તારમાં આવેલી રાજધાની સોસાયટી પાસે શ્રમિકો માટે રેન બસેરા બનાવવામાં આવી રહ્યું હતું. જેને લઇને સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા પાંચ દિવસથી આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. ત્યારે આખરે વિરોધ કરી રહેલા રહીશોની જીત થઇ છે. જ્યારે મહાપાલિકાએ માથુ ટેકવ્યુ છે.

Gandhinagar
ગાંધીનગર

By

Published : Feb 5, 2020, 4:51 PM IST

ગાંધીનગરઃ શહેરના કુડાસણમાં આવેલી રાજધાની સોસાયટીના કપાતમાં થયેલા પ્લોટમાં મહાનગર પાલિકા અને ગુડા દ્વારા શ્રમિકો માટે 140 બેડનું રેન બસેરા બનાવવાની કામગીરી શરૂ કરી હતી. જેને લઇને આજુ બાજુમાં આવેલી ત્રણ સોસાયટીના રહીશો દ્વારા આ બાબતે બંધ પોકારવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશો છેલ્લા પાંચ દિવસથી જ્યારે બસેરા બનાવવામાં આવી રહ્યું હતું, ત્યાં આંદોલન કરી રહ્યા હતા. તેમણે મુખ્ય પ્રધાનથી લઈ મહાપાલિકાના હોદ્દેદારોને રજૂઆતો કરી હતી. જેને લઈને આજે સત્તાવાર રીતે ગાંધીનગર મનપાના મેયર રીટાબેન પટેલે મનાઈ હુકમ ફરમાવ્યો હતો.

આખરે રેન બસેરાનો વિરોધ કરી રહેલા રાજધાની સોસાયટીના રહીશોની જીત

ગાંધીનગર મહાપાલિકાના મેયર રીટા પટેલે કહ્યું કે, રાજધાની સોસાયટી પાસે જે રૈન બસેરા બનાવવામાં આવનાર હતું, તે હવે નહિ બનાવવામાં આવે આ બાબતે કૌશિક પટેલ સાથે ચર્ચા થઈ હતી અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અન્ય જગ્યાએ આ રેન બસેરા બનાવવામાં આવે છે. તે જગ્યા બદલવામાં આવે જેને લઈને આજથી જ આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે અને આગામી સમયમાં રેન બસેરા માટે નવી જગ્યા શોધવામાં માટે નવી જગ્યા શોધવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, વિરોધ જોઈને મહાપાલિકાએ હવે રેન બસેરાને લઈને હથિયાર હેઠાં મૂકી દીધા છે. રહીશોના વિરોધ વચ્ચે મનપાને હથિયાર હેઠા મૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details