નવું સત્ર શરૂ થાય તે પહેલા પુસ્તકોને પ્રિન્ટિંગ પ્રેસમાંથી ગાંધીનગર શહેરના સેક્ટર 25 GIDC વિસ્તારના ગોડાઉનમાં રાખવામાં આવે છે. ત્યારે આ વખતે નવા પુસ્તકોને ગોડાઉનમાં મૂકવાની પરવાનગી આપવામાં આવી નથી. કારણ કે, ગોડાઉનમાં થયેલી ચોરીના કેસમાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
'દુધના દાઝેલા છાશ ફુંકીને પીએ': ચોરીની ઘટના બાદ નવા પુસ્તકો ગોડાઉનમાં મુકવાની પાઠ્યપુસ્તક મંડળની મનાઈ - ગાંધીનગર પાઠ્યપુસ્તક મંડળ
ગાંધીનગરઃ શહેરના સેક્ટર 25માં આવેલા પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં પુસ્તકોની ચોરી થઈ હતી. જે અંગે 8 નવેમ્બરે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. છતાં આજદિન સુધી આ કેસનો ભેદ ઉકેલાયો નથી. પરીણામે નવા પુસ્તકોને ગોડાઉનમાં મુકવાની પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે નવા પુસ્તકો લઈને આવેલા ટ્રક ડ્રાઈવરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાંધીનગર
ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ સેક્ટર 25માં આવેવાં પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં 42 લાખ પુસ્તકોની ચોરી થઈ હતી. જેની ફરિયાદ 8 નવેમ્બરે નોંધવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. એટલે ગોડાઉનમાં નવા પુસ્તકો મૂકવાની પરવાનગી આપવામાં આવી નથી. જેના કારણે ટ્રક ડ્રાઈવરોને કકડતી ઠંડીમાં ગોડાઉન બહાર ઉભું રહેવાનો વારો આવ્યો છે.