ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરમતી નદીમાં રેતી ચોરી કરતા માફિયાઓને ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાથી ઝડપ્યા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત - સાબરમતી નદી

સાબરમતી નદીમાં માફિયાઓ દ્વારા અંધારામાં રેતી ચોરી કરવામાં આવતી હોય છે. ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા વહેલી પરોઢે થોડાક ઇન્દ્રોડા, ખડાત અને અલુંવામા રેતી ચોરી કરતા 7 વાહનો સહિત 60 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

સાબરમતી નદીમા ચોરી કરાતા માફિયાઓને ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાથી ઝડપ્યા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરમતી નદીમા ચોરી કરાતા માફિયાઓને ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાથી ઝડપ્યા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

By

Published : Jun 12, 2020, 6:39 PM IST

ગાંધીનગરઃ શહેર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં માફિયાઓ દ્વારા અંધારામાં રેતી ચોરી કરવામાં આવતી હોય છે, ત્યારે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા વહેલી પરોઢે થોડાક ઇન્દ્રોડા, ખડાત અને અલુંવામા રેતી ચોરી કરતા 7 વાહનો સહિત 60 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

સાબરમતી નદીમા ચોરી કરાતા માફિયાઓને ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાથી ઝડપ્યા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરમતી નદીમાંથી મોટા પ્રમાણમાં રીતી ચોરી થાય છે. ખનીજ માફિયાઓ કાળી રાત્રીનો ચોરી કરવા માટે ઉપયોગ કરે છે, ત્યારે શુક્રવારે વહેલી પરોઢે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા સામૂહિક રીતે ખડાત અલુવા અને ઇન્દ્રોડા પાસે છાપો મારવામાં આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર રીતે રહેતી ચોરી કરતા છ ટ્રેક્ટર અને એક ટ્રક ઝડપી લેવામાં આવ્યા હતા.
સાબરમતી નદીમા ચોરી કરાતા માફિયાઓને ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાથી ઝડપ્યા, 60 લાખનો મુદ્દામાલ જપ્ત
જિલ્લા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી એ.વાય.તલાટના માર્ગદર્શન હેઠળ કે.કે.વ્યાસ, ડી.એમ.જાડેજા, જય પટેલ, નિરજ ચાવડા તેમજ સિકયુરીટી સ્ટાફની ટીમ દ્વારા ખાનગી તેમજ સરકારી વાહનનો ઉપયોગ કરી બે અલગ-અલગ ટીમ બનાવી ત્રિ-નેત્ર સરવેલન્સ (ડ્રોન કેમેરાની વિડીયોગ્રાફી) મારફતે ખડાત-અલુવા તેમજ ઈન્દ્રોડા સાબરમતી નદીપટ્ટમા બિન-અધિકૃત રીતે સાદી રેતી ખનિજનુ ખનન કરતા 06 ટ્રેકટર અને 01 ટ્રક સહિત 07 વાહનો સીઝ કરી કલેક્ટર કચેરી લઇ જવાયા હતાં. જેમા આશરે 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details