આ ઉપરાંત જ્યારે રાજકોટ, વડોદરા, અમદાવાદમાં પણ આવી જ ઘટઓ સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાટણમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સજાના ભાગ રૂપે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા હતા.
પોલીસ કર્મીઓના ટિકટોક વીડિયા વાયરલ અંગે પોલીસ વડાએ બહાર પાડ્યો પરિપત્ર - ટિકટોક વીડિયા
ગાંધીનગર:પોલીસ કર્મીઓ દ્વારા વીડિયો બનાવીને ટિકટોક એપ્લિકેશન પર અપલોડ કરવામાં આવે છે. જેને લઈને ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા પોલીસ કર્મીઓ માટે એક સોશિયલ મીડિયાને લઈને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર જો કોઈ પોલીસકર્મી આવા વીડિયો અપલોડ કરશે તેના પર તપાસ કરવામાં આવશે.
મહેસાણા, પાટણ, અમદાવાદ, રાજકોટ અને વડોદરાના પોલીસ કર્મીઓએ વર્ધીમાં ટિકટોક એપ્લિકેશનમાં વીડિયો શેર કર્યા હતા. જેને લઇને અનેક સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા. આ બાબતે રાજયના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યના પોલીસ વડા સાથે બેઠક કરીને તમામ મુદ્દા સાથે ચર્ચા કરી હતી. જેને લઈને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસકર્મીઓમાં શિસ્ત રહે તે બાબતનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓ પોલીસની વર્ધીમાં કોઈપણ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર
- પોલીસ કર્મીઓને ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂંક) નિયમો અને ગુજરાત પોલીસ એક્ટને ધ્યાનમાં રાખીને જ સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવા સુચના
- સોશિયલ મીડિયા ઉપર પોલીસની છબી ખરાબ ન થાય તે માટે સુચના,
- સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે કાયદા અને નિયમોનું પણ ધ્યાન રાખવુ
- પોલીસ કર્મચારી ફરજ ઉપર ન હોય અથવા યુનિફોર્મમાં ન હોય તો પણ તે પોલીસ કર્મચારી જ છે માટે આ બાબતે ધ્યાન રાખવુ
- સોશિયલ મીડિયા ઉપર કોઇ પોલીસ કર્મચારીનું અણછાજતું વર્તત ધ્યાને આવે તો તેની તપાસ કરાવવાની પણ સૂચના અપાઈ
- સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકાનુસાર અને નિયમોની મર્યાદામાં રહીને જ કરવો