- કેબિનેટમાં ચર્ચા બાદ રાજ્યના ગૃહવિભાગ દ્વારા જાહેર કરાયો પરિપત્ર
- રાજ્યમાં ડી.જે. વગાડવા માટે અપાઈ મંજૂરી
- હવે લગભગ શેરી ગરબા ની પણ મંજૂરી આપશે રાજ્ય સરકાર
ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આજે મહત્વના નિર્ણય કરવામાં આવે છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે ડી. જે. પાર્ટી અને મ્યુઝિક પાર્ટી પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે તેમના કલાકારો અને મ્યુઝિક સિંગરની હાલત કફોડી બની છે, ત્યારે આજે કેબિનેટ બેઠકમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ડી. જે. પાર્ટી અને મ્યુઝિક બેન્ડ સિસ્ટમને પરવાનગી આપવાની સૂચના ગૃહ વિભાગને આપી હતી. જેમાં આજે મોડી સાંજે ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પરિપત્રમાં જાહેર કરેલ માહિતી
રાજયનાગૃહ વિભાગના નોટિફિકેશન પ્રમાણે તમામ પ્રકારના રાજકીય સામાજીક શૈક્ષણિક સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોના guideline નું પાલન કરવાની શરતે નિયત એસ. ઓ. પીને આધીન ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ મર્યાદિત સંખ્યામાં એકત્રીત થઈ શકશે.
આ પણ વાંચો:રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસ
ગણેશ મહોત્સવ નિમિત્તે માર્ગદર્શીકા બહાર પાડવામાં આવી
ગણેશ મહોત્સવ સંબંધમાં ગૃહવિભાગના 26 ઓગસ્ટના હુકમથી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે. જે અનુસાર ગણેશ સ્થાપના અને વિસર્જન માટે મહત્તમ 15 વ્યક્તિઓની મર્યાદામાં ફક્ત એક જ વાહન મારફતે સ્થાપન અને વિસર્જન કરી શકાશે.
બેન્ડ બાજા અને ડી. જે. ની મંજૂરી
રાજ્યમાં ધાર્મિક તથા સામાજિક પ્રસંગોમાં બેન્ડ બાજા અને ડી.જે. વગાડવા માટે જો મંજૂરી માંગવામાં આવે તો કોરોના ગાઇડલાઇના પાલન તથા આવા પ્રસંગો માટે રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા વ્યક્તિઓની મર્યાદા જળવાઈ રહે તે રીતે બેન્ડ બાજા અને ડી. જે. ની મંજૂરી આપવામાં આવી છે.
લોકડાઉનમાં ડી.જે. અને ગાયક કલાકારની હાલત કફોડી થઈ
મહત્વની વાત કરવામાં આવે તો રાજ્યમાં એવા અનેક કલાકારો છે કે, જેમનું ઘર ફક્ત મ્યુઝિક પાર્ટી અને ગાયકી પર જ ચાલતું હતું, ત્યારે કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન જે રીતે ફેલાયું હતું. તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ડી.જે. પાર્ટી મ્યુઝિકલ પાર્ટી પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેને લઇને ગાયક કલાકાર અને ડી.જે. સંચાલકોની હાલત કફોડી બની હતી. જ્યારે અનેક ગાયક કલાકારોએ મ્યુઝિકની લાઈન મૂકીને અન્ય જગ્યાએ રોજગારી મેળવવા માટેના પણ પ્રયાસો હાથ ધર્યા હતા. આમ લોકડાઉન અને કોરોનાની પરિસ્થિતિમાં ડી. જે. સંચાલકો અને ગાયક કલાકારોની પણ પરિસ્થિતિ કથળી હતી.
આ પણ વાંચો:રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ગરબા યોજતું સહિયર ગ્રુપ કોરોનાના કારણે નહિ યોજે ગરબા
નવરાત્રીની આપી શકાય છે પરવાનગી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી મળેલી કેબિનેટ બેઠકમાં ડી. જે. પાર્ટી અને ગાયક કલાકારોને મંજૂરી આપવામાં આવી છે. તેને ગૃહવિભાગ દ્વારા પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજ્યમાં નવેમ્બર માસમાં આવતી નવરાત્રી મહોત્સવ માટેની પણ મંજૂરી રાજ્ય સરકાર ને ધ્યાનમાં લઈને આપી શકે છે આમ ગુજરાતમાં મોટા પાર્ટીપ્લોટમાં તો નવરાત્રિનું આયોજન નહીં કરવાનું આયોજકોએ નિર્ણય કર્યો છે ત્યારે શેરી ગરબા યોજાઈ તેવી શક્યતાઓ પણ આજના નિર્ણય પરથી લાગી શકે છે..