ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિને રાજ્ય સરકાર કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજશે - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

ભારતના પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીના આગામી જન્મદિવસ તારીખ રપ ડિસેમ્બર, 2020 સુશાસન દિવસ ગુડ ગર્વનન્સ ડે અન્વયે ગુજરાતમાં 248 તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય આપવામાં આવશે.

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને રાજ્ય સરકાર કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજશે
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને રાજ્ય સરકાર કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજશે

By

Published : Dec 23, 2020, 7:15 PM IST

Updated : Dec 23, 2020, 7:27 PM IST

  • પૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસે કિસાન કલ્યાણ કાર્યક્રમો
  • રાજ્યભરના 248 તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન
  • સીએમ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ડે. સીએમ નીતિન પટેલ મહેસાણામાં ઉપસ્થિત રહેશે
  • કિસાન સમૃદ્ધિની ગુજરાતની સફળગાથા ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’’ અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોને સહાય વિતરણ કરાશે

ગાંધીનગર: ભારતના પૂર્વ વડા પ્રધાન ભારત રત્ન સ્વ. અટલબિહારી વાજપેયીના આગામી જન્મદિવસ તારીખ 25 મી ડિસેમ્બર 2020 સુશાસન દિવસ અને ગુડ ગર્વનન્સ ડે અન્વયે ગુજરાતમાં 248 તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય આપવામાં આવશે.

રાજ્યના 248 સ્થળોએ યોજાશે કાર્યક્રમ

પૂર્વ વડા પ્રધાન અટલ બિહારીએ જય જવાન, જય કિસાન સાથે જય વિજ્ઞાનનું જે સૂત્ર આપેલું છે તેને સાકાર કરતાં મુખ્ય પ્રધાનના પ્રેરણા માર્ગદર્શનમાં આ કૃષિ કલ્યાણ કાર્યક્રમોમાં 248 સ્થળોએ ઉપસ્થિત રહેનારા ધરતીપુત્રો-લાભાર્થીઓને મુખ્ય પ્રધાન ટેકનોલોજી-વિજ્ઞાનના માધ્યમ દ્વારા ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સીએમ વિજય રૂપાણી એક સાથે માર્ગદર્શન આપશે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ મહેસાણા ખાતેના કાર્યક્રમમાં તેમજ રાજ્ય પ્રધાનો, સાંસદોઓ-ધારાસભ્યો અને પદાધિકારીઓ, બોર્ડ-નિગમ અધ્યક્ષો રાજ્યના જુદા જુદા જિલ્લાના કુલ 248 તાલુકાઓમાં આ કાર્યક્રમમાં સહભાગી થઇ સાધન-લાભ વિતરણ કરશે.

દેશી ગાય આધારિત ખેતીમાં 48 કરોડની સહાયની જાહેરાત

સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા 1 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને સુશાસન દિવસની આ ઉજવણીના ઉપલક્ષમાં રૂપિયા 48 કરોડની સહાય આપશે. આ ઉપરાંત 12,400 લાભાર્થીઓને જિવામૃત બનાવવા 74 ટકા સહાય, કિસાન પરિવહન યોજનાના 1000 ખેડૂત લાભાર્થીઓને સહાય, ફળ-શાકભાજી બગાડ અટકાવવા 16,500 વેચાણકારોને ગુજરાત સરકારનો છાંયડો અન્વયે વિનામૂલ્યે છત્રી/શેડ વિતરણ પ્રતિક રૂપે કરશે.

ખેડૂતોને 1027 કરોડની ચૂકવણી થશે

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી અંતર્ગત ગુજરાતના 51.34 લાખ ખેડૂત પરિવારોને એટ વન ક્લિક રૂપિયા 1027 કરોડની ચૂકવણી ડી.બી.ટી.થી આ અવસરે પીએમ મોદી દ્વારા કરવામાં આવશે. સુશાસન દિવસની આ ઉજવણીને પશુપાલકોના ગરીબ કલ્યાણ અને વંચિતોના અને સૌના સાથ, સૌના વિકાસના મંત્રને ચરિતાર્થ કરવાનો દિવસ તરીકે મનાવવાનું પણ આયોજન કર્યું છે.

ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ કરશે

આ અંતર્ગત પશુપાલકોને પોતાના ગામે-ઘર આંગણે પશુ સારવાર સુવિધા મળી રહે તે માટે ફરતા પશુ દવાખાના યોજનામાં રાજ્યકક્ષાએ 51 વાહનોનું અને તાલુકા કક્ષાએ 99 વાહનોનું લોકાર્પણ પણ થશે. રૂપાણીએ વંચિતો-દરિદ્ર નારાયણોના વિકાસથી સુશાસનની સ્વરાજ્યથી સુરાજ્યની નેમ પાર પાડવા આ સુશાસન દિવસે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત 34 હજાર લાભાર્થીઓને સહાય-લાભ આપવાનું આયોજન કર્યુ છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગોના સમુહોને પર્યાપ્ત આવક આપવા અને સ્વરોજગાર ઊભા કરવા 30 હજારથી વધુ લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના અંતર્ગત વિનામૂલ્યે સાધનો-ઓજારો પણ આ 248 તાલુકાઓમાં વિતરીત કરાશે.

Last Updated : Dec 23, 2020, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details