ગાંધીનગર: સમગ્ર દેશમાં લોકોના કારણે અનેક લોકોના વાહનોની કામગીરી અને લાયસન્સની કામગીરી અટકી પડી છે. ત્યારે કેન્દ્ર સરકારે નવી એડવાઇઝરી જાહેર કરતા 31 જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પણ વાહનોને લગતી કામગીરી અને લાયસન્સને લગતી કામગીરીમાં 31 જુલાઈ સુધી રાહત આપવામાં આવી શકે છે.
રાજ્ય સરકાર 31 જુલાઈ સુધી વાહનોના રજીસ્ટ્રેશન અને લાયસન્સમાં છૂટછાટ આપશે
કેન્દ્ર સરકારે નવી એડવાઇઝરી જાહેર કરતા 31 જુલાઈ સુધીનો સમય જાહેર કર્યો છે. ત્યારે હવે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પણ વાહનોને લગતી કામગીરી અને લાયસન્સને લગતી કામગીરીમાં 31 જુલાઈ સુધી રાહત આપવામાં આવી શકે છે.
લોકડાઉન 4 દરમિયાન અનેક સર્વિસ ચાલુ કરવામાં આવી છે. પરંતુ જાહેર જનતા માટે આરટીઓની સેવા શરૂ કરવામાં નથી આવી, ત્યારે લોકડાઉન ના સમય દરમિયાન જે નાગરિકના લાયસન્સ પૂર્ણ થયા હોય લાયસન્સની કોઈ કામગીરી બાકી હોય અથવા તો વાહનોની કોઈપણ પ્રકારની કામગીરી બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવા માટેનો કેન્દ્ર સરકારે 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે. આ સમય દરમિયાન કોઈપણ દંડ વસૂલ કરવામાં આવશે નહીં. ત્યારે ગુજરાતમાં પણ આ નિયમ ટૂંક સમયમાં લાગુ થઈ શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે પ્રથમ લોકડાઉન દરમિયાન આરટીઓની કામગીરી માટે 30 જુન સુધીની અવધી આપવામાં આવી હતી. જેમાં હવે વધારો કરીને 31 જુલાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ 31 જુલાઈ કરવામાં આવે તેવી શક્યતાઓ છે.