ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, જે રીતે રાજ્ય સરકારે ગરીબોને મફતમાં રાશન આપ્યું તેવી જ રીતે હવે તેમના બેંક ખાતામાં સીધા 1000 રૂપિયા આર્થિક સહાય ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકારને 660 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. આમ, રાજ્યમાં નેશન ફૂડ સેફટી એક્ટ અંતર્ગત 66 લાખ કાર્ડ ધારકોને ગરીબ, માધ્યમ વર્ગના કુટુંબોને સોમવારથી 1000 રૂપિયા જમા કરાવવામાં આવશે. સરકાર પાસે જે ડેટા છે તે જ ડેટા પ્રમાણે સહાયની રકમ આપવામાં આવશે.
આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે અમદાવાદના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે વીડિયો કોન્ફરન્સથી અમદાવાદની પરિસ્થિતિ અંગેની ચર્ચા કરી હતી. સાથે જ તેઓને સૂચના આપી હતી કે, તેઓ ટેલિફોનિક રીતે તેમના વિસ્તારમાં સંક્રમણ ઘટે અને લોકડાઉનનું ચુસ્ત રીતે અમલ થાય તે બાબતનું ધ્યાન રાખે. રાજ્યમાં સીંગતેલની આવક બાબતે અને જે રીતે અત્યારે બજારમાં સિંગતેલનો ભાવ આસમાને છે તે બાબતે અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટમાં ઓઇલ મિલના ઓનર્સ સાથે વીડિયો કોંફરન્સથી બેઠક કરવામાં આવી હતી. સાથે જ રાજ્યમાં બંધ મિલોને ચાલુ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી અને આવતા દિવસોમાં સીંગતેલનો પુરવઠો જળવાઈ રહેશે તે બાબતની પણ સુચના આપવામાં આવી હતી.
રાજય સરકાર ગરીબોના ખાતામાં જમા કરાવશે રૂપિયા 1000, સરકાર પર 660 કરોડનું ભારણ - latest news of lock down effect in gujarat
લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ગરીબોને રાશન વિનામૂલ્યે આપ્યું હતું. હવે રાજ્ય સરકાર ગરીબોના ખાતામાં એક હજાર રૂપિયા રોકડા જમા કરાવીને આર્થિક સહાય ગરીબોને આપવાનો નિર્ણય રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. જે બાબતે સોમવારે ગરીબોના ખાતામાં રૂપિયા એક હજાર જમા કરવામાં આવશે. આમ રાજ્ય સરકાર ઉપર કુલ 660 કરોડનો વધારાનો બોજો પડશે.
રાજય સરકાર ગરીબોને મફતમાં રાશન આપ્યા બાદ હવે 1000 બેંકમાં આપશે, સરકાર પર 660 કરોડનું ભારણ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 15 એપ્રિલથી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં લઇને અત્યાર સુધીમાં રાજ્યમાં 63 માર્કેટીંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યા છે અને માત્ર 2 જ દિવસમાં 38,873 ટ્વીન્ટલ ખેત પેદાશનું વેચાણ થયું છે જેમાં 27,800 ટ્વીન્ટલ ઘઉ, 10,206 ટ્વીન્ટલ રાયડોનું સાથે અન્ય પાકોનું વેચાણ થઈ રહ્યું છે.