ગુજરાત

gujarat

ETV Bharat / state

Unseasonal Rain in gujarat : કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકાર કરશે કૃષિ સર્વે : અગાઉના માવઠામાં કોઈ નુકશાન નહિ - Unseasonal Rains farmers Damage

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી(Forecast by Meteorological Department Gujarat) કરવામાં આવી છે. 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદના(Unseasonal Rain in gujarat) ઝાપટા પડ્યા છે. ત્યારે ખેડૂતોના ઉભા પાકની નુકસાનીને લઈને કૃષિ સર્વેની(agricultural survey in gujarat) પણ જાહેરાત કરવામાં આવી છે.

Unseasonal Rain in gujarat : કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકાર કરશે કૃષિ સર્વે : અગાઉના માવઠામાં કોઈ નુકશાન નહિ
Unseasonal Rain in gujarat : કમોસમી વરસાદને લઈને રાજ્ય સરકાર કરશે કૃષિ સર્વે : અગાઉના માવઠામાં કોઈ નુકશાન નહિ

By

Published : Dec 2, 2021, 9:32 AM IST

  • માવઠામાં નુકશાન લઈને રાજ્યમાં થશે કૃષિ સર્વે
  • કમોસમી વરસાદને ધ્યાનમાં લઈને થશે ચર્ચા
  • અધિકારીઓને આપવામાં આવી સૂચના
  • અગાઉ થયેલા માવઠામાં કોઈ નુકશાન નહિ

ગાંધીનગર : રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી(Forecast by the Meteorological Department) કરવામાં આવી છે. 1 ડિસેમ્બરથી 4 ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદપડવાની આગાહી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આ જ એક ડિસેમ્બરના રોજ રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદની ઝાપટા પડ્યા છે. જે બાબતે રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે તમામ જિલ્લાઓમાં સર્વે કરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં થશે કૃષિ સર્વે

રાજ્યના કેબિનેટ અને કૃષિ પ્રધાન રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જે રીતે કમોસમી વરસાદ(Unseasonal Rain in gujarat) પડી રહ્યા છે. જ્યારે રાજ્યના ખેડૂતોના ઉભા પાકને પણ નુકસાન થયું હોવાના ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે રાજ્ય સરકારે સુઓમોટો લઈને જ તમામ જિલ્લાઓમાં નુકસાન બાબતની સર્વે(Damage to farmers due to unseasonal rains) માટેની સુચના તમામ અધિકારીઓને આપી દેવામાં આવી છે.

અગાઉ પડેલ માવઠાને કારણે કોઈ નુકશાન નહિ

મહત્વની વાત કરવામાં આવે તો 15 દિવસ પહેલા પણ રાજ્યના હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેમાં અનેક જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ ખાબક્યો હતો. ત્યારે રાજ્ય સરકારે સુઓમોટો દાખલ કરીને કૃષિ સર્વેની(agricultural survey in gujarat) જાહેરાત કરી હતી અને અનેક જિલ્લાઓમાં સર્વે પણ કરાવવામાં આવ્યો હતો. પરંતુ કોઈ પણ ખેડૂતોને નુકસાન નહીં થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો. આમ અગાઉ પડેલા માળખામાં રાજ્યના એક પણ ખેડૂતોને નુકસાન(Unseasonal Rains farmers Damage) થયું ન હતું.

હવે સહાય ચુકવવામાં આવશે

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે અતિવૃષ્ટિના(Seasonal rainfall forecast) કારણે કૃષિ સહાય પેકેજ 1 અને કૃષિ સહાય પેકેજ 2ની જાહેરાત કરી છે. જ્યારે જો રાજ્યમાં માવઠાના કારણે ઊભા પાકને નુકસાન થશે તો રાજ્ય સરકાર આવનારા સમયમાં પણ ખેડૂતોને સહાય ચૂકવશે.

આ પણ વાંચોઃ Unseasonal Rain in Bhavnagar: મહુવામાં હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદ પડવાની આગાહી

આ પણ વાંચોઃ Market yard Committee : જૂનાગઢ યાર્ડના સત્તાધીશોની કૃષિ જણસોને સુરક્ષિત રીતે સાચવવા પુરજોશ તૈયારી

ABOUT THE AUTHOR

...view details