રાજ્યમાં એક નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે 23.26 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી.
રાજ્ય સરકાર 8 ટકા સુધી ભીની મગફળી પણ ખરીદશે - rajy sarkar karse magfali ni kharidi
ગાંધીનગરઃ રાજ્યમાં ક્યાર અને મહા વાવાઝોડાને કારણે કમોસમી વરસાદ થયો છે. વરસાદી આંકડા પ્રમાણે રાજ્યનાં 44 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં કમોસમી વરસાદને કારણે અનેક ખેડૂતોની મગફળી પલળી ગઈ છે. જેમાં ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે 8 ટકા સુધી ભીની રહેલી મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
![રાજ્ય સરકાર 8 ટકા સુધી ભીની મગફળી પણ ખરીદશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4937981-thumbnail-3x2-gandhinger.jpg)
રાજ્ય સરકાર ભીની થયેલ મગફળી ખરીદી કરશે, 8% ભેજ હોય તેવી જ મગફળી ખરીદાશે
રાજ્ય સરકાર 8 ટકા સુધી ભીની મગફળી પણ ખરીદશે
કુલ 9 જિલ્લાના 115 ખેડૂતોએ મગફળીનું વેચાણ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદના કારણે ખેતરમાં રહેલી મગફળી ભીની થઈ ગઈ હતી. રાજ્ય સરકારે હવે ખેડૂતોને ધ્યાનમાં લઈને જે ખેડૂતોની મગફળી 8 ટકા જેટલી ભીની હશે તો પણ મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આ માટે ખેડૂતોને ખાસ 18 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી આવી 8 ટકા સુધી ભીની મગફળી ખરીદવામાં આવશે. આમ રાજ્ય સરકારે ભીની મગફળી ખરીદવા માટે ખાસ 5 દિવસની અલગ ફાળવણી કરવામાં આવી છે.