ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે 10 રાજ્યને કરોડો રૂપિયાની વીજળીનું કર્યુ વેચાણ - ગાંધીનગરન ન્યૂઝ

વિધાનસભા ગૃહમાં આજે વીજળીની ઉત્પાદન ક્ષમતા અને કેટલા રાજ્યોને ગુજરાત સરકારે વીજળી પૂરી પાડી છે તે અંગેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રાજ્ય સરકારે દેશના 10 રાજ્યોમાં વીજળીનું વેચાણ કર્યું છે જેમાં ઉત્તર પ્રદેશ 9.54 મિલિયન યુનિટ, બિહાર 7.13 મિલિયન યુનિટ, પશ્ચિમ બંગાળ 8.55 મિલિયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી છે."

state government
state government

By

Published : Mar 12, 2020, 7:17 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે વીજળીની ઉત્પાદન ક્ષમતા અને કેટલા રાજ્યોને ગુજરાત સરકારે વીજળી પૂરી પાડી છે તે અંગેના પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "રાજ્ય સરકારે દેશના 10 રાજ્યોમાં વીજળીનું વેચાણ કર્યું છે જેમાં ઉત્તર પ્રદેશ 9.54 મિલિયન યુનિટ, બિહાર 7.13 મિલિયન યુનિટ, પશ્ચિમ બંગાળ 8.55 મિલિયન યુનિટ વીજળી ગુજરાત પાસેથી ખરીદી છે."

રાજ્ય સરકારે 10 રાજ્યને કરોડો રૂપિયાની વીજળીનું કર્યુ વેચાણ
રાજ્યના ઊર્જા પ્રધાન સૌરભ પટેલે વિધાનસભા વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે પોતાની સરસ વીજળીનું દેશના 10 રાજ્યોમાં એ વેચાણ કર્યુ છે. ગુજરાત વીજળીનો વિપુલ ઉત્પાદન કરનાર રાજ્ય છે વીજળીનો સંગ્રહ શક્ય ન હોવાને કારણે તેનું ઉત્પાદન માગને આધીન હોય છે. જ્યારે વીજ માગ ઓછી હોય ત્યારે વીજ ઉત્પાદનની શ્રેષ્ઠતમ ઉપયોગિતા માટે અને પ્લાન્ટ બે ઉપયોગી ન રહે તેવા હેતુસર અન્ય રાજ્યોને વીજળી વેચવામાં આવી છે.2019 ના વર્ષમાં વીજળીનું વેચાણ કરેલા રાજ્યના નામ
  • આંધ્ર પ્રદેશ 5.40 મિલિયન વીજળી યુનિટ 4.44ના દરે
  • છત્તીસગઢ 0.50 મિલિયન વીજળી યુનિટ 4.40ના દરે
  • તામિલનાડુ 1.60 મિલિયન વીજળી યુનિટ 5.13ના દરે
  • ઉત્તરપ્રદેશ 9.54 મિલિયન વીજળી યુનિટ 4.07ના દરે
  • મહારાષ્ટ્ર 0.50 મિલિયન વીજળી યુનિટ 4.00ના દરે
  • પશ્ચિમ બંગાળ 8.55 મિલિયન યુનિટ 4.00ના દરે
  • બિહાર 7.13 મિલિયન યુનિટ 4.71ના દરે
  • ઝારખંડ 3.30 મિલીયન યુનિટ 3.91ના દરે
  • ઓરિસ્સા 6.05 મિલિયન યુનિટ 4.5 ના દરે
  • માણિપુર 0.04 મિલિયન યુનિટ 5 રૂપિયાના દરે

આ ઉપરાંત ઇન્ડિયન એનર્જી એક્સચેન્જને 138. 21 મિલિયન યુનિટ વીજળીનું 4.11 પ્રતિ યુનિટના ભાવે ગુજરાત સરકારે વેચાણ કર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details