ગાંધીનગર: રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળ પંચાયત સેવા પસંદગી મંડળ પોલીસ સામાન્ય વહીવટી વિભાગ શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગેના મહત્વ આદેશો પણ કરવામાં આવ્યા છે. રાજ્યના યુવાનોને વ્યાપક પણે સરકારી સેવામાં નોકરીની તક મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં આગામી પાંચ મહિનામાં 20 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીની વ્યાપક મળે તે અંગેના નિર્ણય કરવામાં આવ્યા છે.
ગુજરાતની સરકારી નોકરી મેળવવા માટે યુવાનો દ્વારા અત્યારે વ્યાપક પ્રમાણમાં આંદોલન પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આગામી પાંચ મહિનાની અંદર 20 હજારથી વધુ નોકરીની જાહેરાત કરતા આ આંદોલન પણ હવે ઠરીને ઠામ થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે.
રાજ્ય સરકારની આગામી 5 મહિનામાં 20,000 યુવાઓની સરકારી ભરતી કરવાની જાહેરાત - 5 મહિનામાં 20,000 યુવાઓને સરકારી ભરતી
કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે સરકારની અનેક યોજના અને આયોજન અટકી પડ્યા છે, ત્યારે ગુજરાત સરકારમાં પણ સરકારી ભરતીઓ અટકી ગઈ હતી. હવે આગામી પાંચ મહિનામાં રાજ્યમાં 20 હજારથી વધુ યુવાનો અને સરકારી નોકરીની વ્યાપક તક આપવાનો રાજ્ય સરકાર એક મહત્વનો નિર્ણય કર્યો છે.
Vijay Rupani
આમ, આગામી પાંચ મહિનામાં 20,000 થી વધુ સરકારી નોકરીઓની જાહેરાત રાજ્યના યુવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં છેલ્લા ચાર વર્ષમાં 1.25 લાખ યુવાનોને નોકરીની તકો પણ ઉપલબ્ધ થઈ છે.