ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકાર દ્વારા SCBC-OBC જાતિ સર્ટિફિકેટની મુદ્દતમાં એક વર્ષનો વધારો કરાયો - LATEST NEWS OF VIJAY RUPANI

લોકડાઉનમાં વિદ્યાર્થીની પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 31 માર્ચના રોજ પૂર્ણ થતા પ્રમાણપત્રની મુદ્દતમાં એક વર્ષનો સમયગાળો વધારીને મુદ્દત 31 માર્ચ 2021 કરી છે.

રાજ્ય સરકાર
રાજ્ય સરકાર

By

Published : Jun 6, 2020, 5:27 PM IST

Updated : Jun 6, 2020, 5:38 PM IST

ગાંધીનગર : રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિમાં અનેક લોકોના મહત્વના કામો અટવાઈ ગયા છે. ત્યારે SCBC અને OBC વર્ગના વિદ્યાર્થીઓ માટે એડમિશન લેવામાં મહત્વના દસ્તાવેજ એટલે કે, જાતિ પ્રમાણપત્ર બાબતે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 31 માર્ચના રોજ પૂર્ણ થતાં પ્રમાણપત્રની મુદ્દતમાં સરકારે એક વર્ષનો સમયગાળો વધારીને મુદ્દત 31 માર્ચ 2021 કરી છે.

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત 1 વર્ષ સુધી વધારી આપવામાં આવી છે. જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત 31 માર્ચ 2020 ના રોજ પૂરી થાય છે, તે દાખલાઓ હવે 31 માર્ચ 2021 સુધી માન્ય રાખવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આવકના દાખલાઓ-પ્રમાણપત્ર જેની મુદ્દત તારીખ 21-3-2020ના પૂરી થતી હોય તે પણ એક વર્ષ એટલે કે તા.31-3-2021 સુધી વધારી આપવામાં આવી છે. જ્યારે OBC માટેના નોન ક્રિમીલીયર સર્ટીફિકેટ આવક દાખલાની સમયમર્યાદા 3 વર્ષની છે. તેથી આવા જે નોન ક્રિમીલીયર પ્રમાણપત્રોની સમયમર્યાદા તારીખ 31 માર્ચ 2020ના રોજ પૂર્ણ થતી હોય તે આપો આપ 31 માર્ચ 2021 વધારી દેવાશે.

આ મુદ્દત વધારા માટે તેમણે મામલતદાર કચેરી કે કોઇ સક્ષમ સત્તાધિકારી સમક્ષ જવાની કે ઓનલાઇન અરજી કરવાની જરૂર રહેશે નહીં જેથી લોકડાઉન બાદ હવે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થતાં આવા લાખો યુવાઓને નોન ક્રિમીલીયર સર્ટીફિકેટના દાખલા મેળવવામાં મોટી રાહત મળી છે.

Last Updated : Jun 6, 2020, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details