ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર - મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

વર્તમાન પરિસ્થિને જોતા હાલ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવધારાને લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Rupani)એ આગામી 4 વર્ષમાં ગુજરાત રાજ્યના માર્ગો પર 2 લાખથી વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો દોડતા થઇ તે માટે ઇલેક્ટ્રિક વાહન પોલિસી (policy for electric vehicles)ની જાહેરાત કરવામાં આવી છે. આ પોલીસી જાહેર જનતા માટે જાહેર કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં સરકારી વિભાગ માટેની પણ વિચારણા કરવામાં આવશે.

રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર
રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર

By

Published : Jun 22, 2021, 2:33 PM IST

  • રાજ્ય સરકાર દ્વારા (policy for electric vehicles) કરાઇ જાહેર
  • 4 વર્ષ સુધી યથાવત રહેશે પોલિસી
  • 500 જેટલા ચાર્જ સ્ટેશન બનશે, 250 ને આપી મંજૂરી

ગાંધીનગર : વર્તમાન સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી(CM Rupani)એ આગામી 4 વર્ષમાં ગુજરાત રાજ્યના માર્ગો પર 2 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો ફટાફટ થાય તેને લઈને આગામી 4 વર્ષ માટેની ઇલેક્ટ્રિક વાહન પોલિસીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટુ વ્હીલર માટે 20,000 રીક્ષા માટે 50 હજાર અને કાર માટે 1,50,000 ની સબસીડી આપવાની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર

આ પણ વાંચોઃદિલ્હીમાં ઈ-વ્હીકલ પોલિસી લાગુ કરી પ્રદુષણ દૂર કરશે કેજરીવાલ સરકાર

સરકારના અધિકારીઓ, પ્રધાનો, સરકારમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પર હજુ સસ્પેન્સ

સરકારી વિભાગ અધિકારીઓ અને પ્રધાનો ઇલેક્ટ્રિક વાહનો વાપરશે કે, નહીં તે બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી(CM Rupani)એ જણાવ્યું હતું કે, આ પોલીસી જાહેર જનતા માટે જાહેર કરવામાં આવી છે અને શરૂઆતના તબક્કા હોવાના કારણે આગામી સમયમાં સરકારી વિભાગ માટેની પણ વિચારણા કરવામાં આવશે.

રાજ્ય સરકારે ઇલેક્ટ્રિક વાહનોની પોલિસી કરી જાહેર

રાજ્યના હાઇવે પર 500 ચાર્જ સ્ટેશન

વિજય રૂપાણીએ ઇલેક્ટ્રિક વાહનો માટેની પોલીસી જાહેર કરતા જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગમાં આવે ત્યારે ચાર્જિંગ સ્ટેશનની પણ વ્યવસ્થા માટેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કે, રાજ્યના હાઇવે પર 500 જેટલા ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત કરવામાં આવશે. જેમાંથી 225 જેટલા ચાર્જિંગ સ્ટેશનોને મંજૂરી આપી દેવામાં આવી છે અને ચાર્જિંગ સ્ટેશન ઉપરાંત હાઈવે પર રહેલા રેસ્ટોરન્ટ અને હોટલોમાં પણ ચાર્જિંગ વ્યવસ્થા ઊભી થાય તે રીતની પણ આગામી સમયમાં વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચોઃકેવડિયા બનશે ઇલેક્ટ્રિક સિટી વ્હિકલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રદૂષણમાં થશે ઘટાડો

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો પ્રતિ કિલો મીટરનો વપરાશ ખર્ચ અન્ય વાહનો કરતા એવરેજ 30થી 50 ટકા ઓછો આવે છે. તેમજ વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. જેથી ગુજરાતના માર્ગો પર ઇલેક્ટ્રિક વાહનો આવશે, ત્યારે ઓછામાં ઓછા આશરે 5 કરોડ રૂપિયાનું ઇંધણની પ્રતિવર્ષ બચત થશે તથા અંદાજે 6 લાખ ટન જેટલું કાર્બન ઉત્સર્જન પણ ઘટશે તેવો પણ રાજ્ય સરકાર દ્વારા અંદાજ રાખવામાં આવ્યો છે.

આરટીઓમાં રજીસ્ટર ફ્રી

પેટ્રોલ અને ડિઝલના વાહનો રજીસ્ટર RTOમાં કરવામાં આવે છે પરંતુ ઈલેક્ટ્રીક ટુ વીલર થ્રી વીલર અને ફોર વ્હીલર માટે ગુજરાતના RTO દ્વારા પાસ થયેલાએ વેઇકલ નોંધણી ફીમાંથી 100 ટકા મુક્તિ આપવાની જાહેરાત પણ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. જ્યારે લાયસન્સ મેળવવા માટે ડ્રાઈવિંગ ટેસ્ટ ફરજીયાત આપવો પડે છે. તે ઇલેક્ટ્રિક વાહનોથી પણ આપી શકાશે.

ABOUT THE AUTHOR

...view details