ગાંધીનગર : રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ હવેથી ખાનગી તબીબોના ડિસ્ક્રિપ્શન આધારિત ખાનગી કે સરકારી લેબોરેટરી ખાતે ટેસ્ટ કરી શકાશે. આ માટે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવાની રહેશે નહીં. ખાનગી તબીબો હોય તેમજ લેબોરેટરીએ જે તે જિલ્લા કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને ઈમેલ દ્વારા જાણ કરવાની રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા માન્ય મોબાઈલ એપ્લિકેશન પર દર્દીની માહિતી અપલોડ કરવાની રહેશે.
હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ખાનગી લેબમાં કોવિડ-19નો ટેસ્ટ કરવાની આપી પરવાનગી - રાજ્ય સરકારે ખાનગી લેબમાં કોવિડ 19 નો ટેસ્ટ કરવા આપી પરવાનગી
રાજ્યમાં કોવિડ-19ની મહામારીમાં આરોગ્ય વિભાગની કામગીરી બાબતે હાઇકોર્ટ દ્વારા પણ અનેક ટકોર કરવામાં આવ્યું છે. આ સાથે જ ટેસ્ટિંગ બાબતે પણ રાજ્યના ખાનગી લેબમાં ટેસ્ટ થાય તે માટે જાહેરહિતની અરજી બાબતે હાઇકોર્ટે રાજ્ય સરકારને ખાનગી લેબમાં પણ ટેસ્ટિંગ કરવાની ટકોર કરી હતી. જેના પગલે મંગળવારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પરિપત્ર કરીને શરતોને આધીન ખાનગી લેબમાં કોવિડ-19નો ટેસ્ટ કરવાની પરવાનગી આપી દેવામાં આવી છે.
હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે ખાનગી લેબમાં કોવિડ 19 નો ટેસ્ટ કરવા આપી પરવાનગી
આ સાથે જ કોરોના વાઇરસ સંક્રમિત થવાની સંભાવનાને ધ્યાનમાં લઈને જે પણ દર્દીનો ટેસ્ટ કરવાની જરૂર જણાય ત્યારે આ દર્દીને અચૂક દાખલ કરવાનો રહેશે. દર્દીના ટેસ્ટનું પરિણામ આવે ત્યારબાદ નેગેટિવ હોય તો દર્દીની સ્થિતિને આધારે તબીબી રજા આપી શકશે, પરંતુ જો રિપોર્ટ પોઝિટિવ આવે તો કોવિડ-19ની ટ્રિટમેન્ટ માર્ગદર્શિકાને અનુસરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ વ્યક્તિ ટેસ્ટ માટે અરજી કરે તેના 24 કલાકની અંદર જો યોગ્ય જણાય તો જ ટેસ્ટિંગ કરવાની મંજૂરી આપશે.