- રાજ્ય સરકારે લગ્ન અને સામાજિક પ્રસંગ માટે જાહેર કરી SOP
- કેન્દ્ર સરકાર મુજબ જાહેર કરવામાં આવી SOP
- હવે લગ્ન અને સામાજિક પ્રસંગમાં 200 લોકો રહી શકશે હાજર
- બંધ હોલમાં 50 ટકા કેપેસિટી રાખવામાં આવી
- દિવાળી બાદ શાળાઓ માટે SOP જાહેર થાય તેવી શક્યતાઓ
રાજ્ય સરકારે લગ્ન અને સામાજિક પ્રસંગ માટે SOP જાહેર કરી, 200 લોકો રહી શકશે હાજર - અનલોક 5
કેન્દ્ર સરકારે અનલોક 5ને 31 નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનલોક 5 અંતર્ગત સામાજિક પ્રસંગોમાં વ્યક્તિઓની હાજરી બાબતે ખાસ્સી છૂટછાટ જાહેર કરતી SOPની જાહેરાત કરી છે. જેમાં હવે લગ્ન સમારંભમાં 200 જેટલા લોકો હાજર રહી શકશે.
ગાંધીનગર: કેન્દ્ર સરકારે અનલોક 5ને 31 નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અનલોક 5 અંતર્ગત સામાજિક પ્રસંગોમાં વ્યક્તિઓની હાજરી બાબતે ખાસ્સી છૂટછાટ જાહેર કરતી SOPની જાહેરાત કરી છે. જેમાં હવે લગ્ન સમારંભમાં 200 જેટલા લોકો હાજર રહી શકશે.
પહેલા 100 લોકોની જ હતી પરવાનગી, હવે 200 લોકોને મંજૂરી
રાજ્ય સરકાર દ્વારા લગ્નને સામાજિક પ્રસંગમાં 100 વ્યક્તિને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ હવે નવેમ્બર માસથી લગ્ન અને સામાજિક પ્રસંગમાં 200 લોકોને હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે આ નિયમ સમગ્ર રાજ્યમાં 3 નવેમ્બરથી લાગુ થશે.
બંધ હોલમાં 50 ટકા કેપેસિટી યથાવત, પણ 200 લોકોની સંખ્યા મર્યાદિત
રાજ્ય સરકાર દ્વારા SOP આજે જાહેર કરવામાં આવી છે. તેમાં બંધ હોલમાં 50 ટકાની કેપેસિટી યથાવત રાખવામાં આવી છે. પરંતુ અનેક એવા હોય છે કે, જેમાં બે હજાર જેટલા લોકોની પણ વ્યવસ્થા હોય છે. જેનો મતલબ 50 ટકા એટલે કે, 1000 વ્યક્તિને પરવાનગી આપી હોય તેવો નથી. આમ હોલ ભલે ગમે તેટલો હોય પરંતુ જો નાનો હોય તો 50 ટકા અને મોટો હોલ હોય તો ફક્ત 200 લોકો જ સમારંભમાં હાજર રહી શકશે. આમ મોટા હોલમાં પણ મહત્તમ 200 લોકોની જ પરવાનગી રાજ્ય સરકારે આપી છે.
કોરોનાના નિયમોનું પાલન કરવાનું રહેશે
આ સાથે જ રાજ્ય સરકારે જાહેરાત કરી છે. તેમાં કોરોનાથી બચવા માટેના જે નિયમો છે. જેવા કે, માસ્ક ફરજીયાત પહેરવું, સામાજિક અંતર રાખવું અને વારંવાર હાથ સેનેટાઈઝરથી સાફ કરવા આ ત્રણ નિયમોનું ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. આમ રાજ્ય સરકાર દ્વારા નવી SOP જાહેર કરવામાં આવી છે. જે 3 નવેમ્બરથી સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે.