ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારે 30 ટકાનો અભ્યાસક્રમ કટ કર્યો, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય - curriculum

રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેરને કારણે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રમાણે રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો અભ્યાસક્રમ રદ્દ કર્યો છે.

શિક્ષણ વિભાગ
શિક્ષણ વિભાગ

By

Published : Jan 1, 2021, 8:24 PM IST

  • સરકારના નિર્ણય બાદ શિક્ષણવિભાગનો પરિપત્ર
  • શિક્ષણ વિભાગે અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો
  • હેતુલક્ષી પ્રશ્નોમાં 10 ટકાનો કરવામાં આવ્યો વધારો

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે હજૂ સુધી શાળાઓ શરૂ થઈ નથી. જ્યારે વિદ્યાર્થીઓ છેલ્લા 3 મહિનાથી ઘરે ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે શુક્રવારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેરને કારણે અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પ્રમાણે રાજ્ય સરકારે ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો અભ્યાસક્રમ રદ્દ કર્યો છે.

શિક્ષણમાં 30 ટકા અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો

શિક્ષણમાં 30 ટકા અભ્યાસક્રમ કટ કરવામાં આવ્યો

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસક્રમ કરવા બાબતે અનેક વખત બેઠકો યોજવામાં આવી હતી અને કેટલો અભ્યાસક્રમ રદ્દ કરવો તે અંગેના વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. જે બાદ શુક્રવારે રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વર્ષ 2020-21 માટે શાળાઓમાં 30 ટકાનો અભ્યાસક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. જ્યારે અભ્યાસક્રમ રદ્દ કરવા બાબતે અગાઉ ચાર વખત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અધ્યક્ષતા હેઠળ બેઠક મળી હતી. જ્યારે આ બેઠકમાં શિક્ષણ વિભાગના શિક્ષણવિદો પણ હાજર રહ્યા હતા.

ફક્ત 30 ટકાનો અભ્યાસ કટ કર્યો, જેટલું ભણાવ્યું હશે તેટલું જ પરીક્ષામાં પૂછાશે

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય થઈ શકે એમ નથી, પરંતુ ઓનલાઇન શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી અલગ-અલગ માધ્યમો દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે આ પરિસ્થિતિમાં CBSE તેમજ અન્ય રાજ્યોના બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવે છે. તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પણ અભ્યાસક્રમ ઘટાડો કરવાની રજૂઆત કરી હતી. જેથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12 માં અભ્યાસક્રમના અંદાજિત 30 ટકા જેટલો ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં જેટલું ભણાવવામાં આવ્યું છે, તેમાંથી જ પરીક્ષા લેવામાં આવશે.

30 ટકા પ્રશ્નપત્ર વૈકલ્પિક રહેશે, પ્રશ્નપત્રનું માળખું સાઇટ પર મૂક્યું

રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં 30 ટકા કટ મૂકવામાં આવ્યો છે. જ્યારે બાળકોને પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે વૈકલ્પિક પ્રશ્ન પણ 30 ટકા કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના કા પહેલા વૈકલ્પિક પ્રશ્નો ફક્ત 20 ટકાના જ રાખવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે જ 20 ટકાના વૈકલ્પિક પ્રશ્ન કરવામાં આવ્યા છે. જ્યારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કેવી રીતે પૂછાશે તે બાબતના પ્રશ્નપત્રનું માળખું પણ ગુજરાત શૈક્ષણિક બોર્ડ દ્વારા વિભાગની વેબસાઇટ પર પણ મૂકવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details