- રાજ્યમાં શિક્ષણ વિભાગે જાહેર કર્યું શિક્ષણ કેલેન્ડર
- 14 માર્ચ 2022થી 30 માર્ચ 2022 સુધી પરીક્ષાનું આયોજન
- ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન
- પ્રથમ સત્રમાં 118 દિવસ, બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય થશે
- કુલ 56 દિવસની રજા, ઉનાળુ વેકેશન 36 દિવસ, દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે
ગાંધીનગર: રાજ્યમાં ધોરણ 6થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ કૅલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ કેલેન્ડરમાં વાત કરવામાં આવે તો વર્ષ 2021-22માં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા 14-3-2022થી 30-3-2022 સુધી યોજવાનું આયોજન કર્યું છે, સાથે જ પ્રથમ સત્રમાં 118 દિવસ અને બીજા સત્રમાં 130 દિવસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે.
ધોરણ 9થી 12માં અભ્યાસ ક્રમમાં ઘટાડો નહીં
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે શૈક્ષણિક કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. સાથે એ જાહેરાત પણ કરવામાં આવી છે કે આ વર્ષે અભ્યાસ ક્રમમાં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે. મહત્વની વાત કરવામાં આવે તો ગત વર્ષે કોના સંક્રમણના કારણે રાજ્ય સરકારે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા સાથે જ અન્ય વર્ગના અભ્યાસ કરવા પણ 40 ટકાનો ઘટાડો કર્યો હતો, ત્યારે આ વર્ષે કોઈ પણ પ્રકારના અભ્યાસક્રમનો ઘટાડો કરવામાં નહીં આવે.
શિક્ષણ કેલેન્ડરની એક ઝલક
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ 2022
શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજાશે