ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં 25 નવેમ્બરથી શાળા આરોગ્ય કાર્યક્રમનો થશે પ્રારંભ - ghandhinagar news

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આગામી શાળા આરોગ્ય કાર્યક્રમનો રાજ્યમા શુભારંભ 25મી નવેમ્બર 2019 થશે. જે 30મી જાન્યુઆરી 2020 સુધી ચાલશે. જેમાં રાજ્યના 1.5 કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્વામિનારાયણ ગુરૂકુળ,સેકટર-23 ગાંધીનગર અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ઈસંડથી રાજયવ્યાપી શુભારંભ કરાવશે.

શાળા આરોગ્ય કાર્યક્રમ school health program gujarat news ghandhinagar news health news

By

Published : Nov 24, 2019, 3:27 PM IST

નવજાત શીશુથી 6 વર્ષના આંગણવાડીના બાળકો, ધો.1થી 12માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ (ખાનગી અને સરકારી), 18 વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકો, આશ્રમશાળા, મદ્રેશા, ચિલ્ડ્રન હોમના બાળકોને ‘4D’ પ્રમાણે આરોગ્ય તપાસ અને આરોગ્યપ્રદ સંસ્કાર-ટેવોનુ નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના દોઢ કરોડથી વધારે બાળકોને આવરી લેવાશે.

બાળકોના આરોગ્ય તપાસની સાથેસાથે બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, સલામત પીવાનું પાણી, આરોગ્યપ્રદ ટેવોની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા બહુવિધ હેતુસર ‘શાળા આરોગ્ય સપ્તાહ’ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ સપ્તાહના કારણે ગામમાં એક આરોગ્યપ્રદ માહોલ ઉભો થશે અને ગ્રામકક્ષાએ કામ કરતા આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત, પાણી પુરવઠા વગેરે વિભાગોની સહભાગીતાને કારણે આરોગ્ય ઉત્સવનું નિર્માણ થશે.

સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે લોક જાગૃતિની પ્રણાલી શરૂ થશે. શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન ડોકટર્સ તેમજ પેરા મેડીકલ અને અન્ય સ્ટાફ મળી કુલ 4 લાખ સ્ટાફ કાર્યરત રહેશે. ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સંગઠનના તબીબો પણ આ કાર્યક્રમમાં જોડાશે. રાજયના આરોગ્ય કર્મીઓને સેટકોમના માધ્યમ દ્વારા આ અભિયાન અંગે જરૂરી તાલીમ આપવામાં આવી છે.

રાજયના બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત સ્થળ ઉપર સારવાર, જરૂર જણાયે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની સંદર્ભ આરોગ્ય સેવા, ચશ્મા વિતરણથી માંડીને તંદુરસ્તી માટેનું જરૂરી એવું આરોગ્ય શિક્ષણ પણ બાળકોને આપવામાં આવશે તેમજ બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. શાળા આરોગ્ય કાર્યક્રમમાં બાળકોને ‘સુપર સ્પેશ્યાલીટી’ સારવાર ઝડપથી મળી શકે તે માટે જિલ્લા કક્ષાએ મંજૂરી આપવાની સત્તા આપવામાં આવી છે.

શાળા આરોગ્ય સપ્તાહ દરમિયાન બાળકના પરિવારમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ થાય અને બાળકોને સંસ્કૃતિના સંસ્કાર મળે તે ઉદ્દેશથી ‘દાદા-દાદી’ અને ‘વાલી મીટીંગ’ યોજવામાં આવશે. જેના દ્વારા આપણા ઉજજવળ વારસા અને સંસ્કૃતિનું જ્ઞાન નવી પેઢીને મળી રહે તે માટે પ્રયાસો કરાશે. બાળકમાં દેશપ્રેમ સુદ્રઢ બનશે. આવી મીટીંગને કારણે સંસ્કારોની સાથે સાથે આરોગ્ય અંગે પણ બાળકમાં જાગૃતિ આવશે.

ABOUT THE AUTHOR

...view details