ગાંધીનગર: માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ બંને પરિણામો ગત વર્ષ કરતા નીચી ટકાવારીમાં જોવા મળ્યા છે. ત્યારે આવતીકાલે 15 જૂન સોમવારે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં 5.25 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા.
ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5.25 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ સોમવારે ખુલશે - Standard-12
ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2020માં લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરિક્ષાનું પરિણામ આવતીકાલે 15 જૂન સોમવારે સવારે 8 વાગ્યે શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. જેમાં 5.25 લાખ વિદ્યાર્થીઓનું ભાવિ આવતીકાલે ખુલશે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ
જેનું પરિણામ www.gseb.org પર ઓનલાઈન મુકવામાં આવશે. જ્યારે પ્રમાણપત્રો સમય નક્કી કર્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી શાળાના આચાર્યએ મેળવી લેવાના રહેશે.