અડાલજ પાસે આવેલા ત્રિમંદિર નજીક નેશનલ હાઈવે હોવાના કારણે વાહનચાલકો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવે છે. જ્યાં આજે બુધવારે વહેલી સવારે એક બસ ફ્રી લાઈનમાંથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન ટોલ ટેક્સના કેટલાક કર્મચારીઓ લાઈનની વચ્ચે ઊભા રહ્યા હતાં. તે સમયે બસને બ્રેક નહિ લાગતા ડ્રાઈવરે આગળ ચલાવવી પડી હતી. તેવા સમયે રોડ વચ્ચે ઊભા રહેલા પાંચથી 6 લોકોનો આબાદ બચાવ થયો હતો.
અડાલજ કલોલ હાઇવે પર ટોલટેક્સ પાસે બસની બ્રેક ન લાગતા 5 લોકોનો આબાદ બચાવ - ગાંધીનગર ન્યુઝ
ગાંધીનગર: અડાલજથી કલોલ જતા હાઇવે પર શેરથા ટોલટેક્સ પાસે એસટી બસની બ્રેક નહિ લાગતા પાંચથી છ લોકોનો આબાદ બચાવ થયો હતો. જેને લઇને ટોલટેકસના કર્મચારીઓ અને એસટી બસના ડ્રાઇવર વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.
![અડાલજ કલોલ હાઇવે પર ટોલટેક્સ પાસે બસની બ્રેક ન લાગતા 5 લોકોનો આબાદ બચાવ ટોલટેક્સ પાસે બસની બ્રેક ન લાગતા પાંચ લોકોનો આબાદ બચાવ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5637768-thumbnail-3x2-gdr.jpg)
ટોલટેક્સ પાસે બસની બ્રેક ન લાગતા પાંચ લોકોનો આબાદ બચાવ
ટોલટેક્સ પાસે બસની બ્રેક ન લાગતા પાંચ લોકોનો આબાદ બચાવ
આ સમગ્ર બાબતે અડાલજ પોલીસ સ્ટેશનના PI ડી.એ.ચૌધરી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, આજે બુધવારે વહેલી સવારે બસ પસાર થઇ રહી હતી. તે દરમિયાન કેટલાક ટોલટેકસના કર્મચારીઓ રોડ વચ્ચે ઉભા હતા. જ્યારે બસ ફ્રી લાઈનમાંથી આગળ જઈ રહી હતી તે દરમિયાન બ્રેક નહિ લાગવાના કારણે વચ્ચે ઉભી રહેલા કર્મચારીઓને સાધારણ ટક્કર લાગી હતી. જેને લઇને કર્મચારીઓનું બસના ડ્રાઇવર સાથે ધર્ષણ થયું હતું અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતાં. પરંતુ, પાછળથી વિગત મળી આવતા આ બાબતની કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.