ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં યોજાયેલી બેઠકમાં ઓબીસી રિપોર્ટ રજૂ થયો હોવાની વાત સામે આવી છે. જેમાં સાંજે ચાર કલાકે રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલ સત્તાવાર ઝવેરી પંચના રિપોર્ટની જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ નથી અને ગુજરાતના 7000થી વધુ ગ્રામ્ય વિસ્તારો નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં અનેક જગ્યા ઉપર વહીવટદારોનું રાજ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા 24 ઓગસ્ટના રોજ ઓબીસી બચાવો અને ઝવેરી પંચનો રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ઓબીસી સમાજના આગેવાનો સાથે મોટું આંદોલન કરવામાં આવ્યું હતું.
zaveri Commission on OBC :ઓબીસી અનામત મામલે ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટ માં રજૂ કરાયો, સાંજે 5 વાગે થઇ શકે છે જાહેરાત - ઓબીસી અનામત
ઓબીસી અનામતને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ઝવેરી કમિશનનો અહેવાલ કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો છે. ઝવેરી કમિશનની ભલામણો અંગે સરકાર મોટી જાહેરાત કરી શકે છે. મળેલી માહિતી અનુસાર સાંજે 5 વાગે મોટી જાહેરાત થઇ શકે છે.
Published : Aug 29, 2023, 2:55 PM IST
'કેબિનેટ બેઠકમાં ઝવેરી પંચનો રિપોર્ટ બાબતે ચર્ચા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટ સાંજે જાહેર પર કરવામાં આવશે ત્યારે રાજ્ય સરકારે ઝવેરી પંચ દ્વારા કરેલ ટિપ્પણીઓ અને તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે સાથે જ 49 ટકાની લીમીટ સાથે નિર્ણય કરવામાં આવે તેવી વાતની રજૂઆત કરી છે.' -અમિત ચાવડા, નેતા, કોંગ્રેસ
વિપક્ષના નેતાનું નિવેદન:અમિત ચાવડા ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ઓબીસી સમાજના અનામત બાબતે લડત ચાલુ રાખવામાં આવી હતી. હવે રાજ્ય સરકાર આજે સાંજ સુધીમાં આ રિપોર્ટની સત્તાવાર જાહેરાત કરશે. આ રિપોર્ટમાં કઈ રીતની જાહેરાત કરવામાં આવશે તે બાબતની સૌ આગેવાનો અને ઓબીસી સમાજના લોકોની નજર છે. આ રિપોર્ટ વિધાનસભા ગ્રુહમાં પણ રજૂ થાય અને ત્યારબાદ આના ઉપર ચર્ચા કરવાનો અવકાશ મળે તેવી માંગ પણ અમિત ચાવડાએ કરી હતી.