ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં શરૂ થયેલાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના રાજીનામુ આપેલા ધારાસભ્યોના પ્રશ્નો આજની વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં સમાવેશ કરવામાં આવ્યા હતા. પણ ધારાસભ્યોએ રાજીનામુ આપી દેતા નવી પ્રશ્નોત્તરીમાં ખાસ સૂચના લખી હતી. જેમાં "માનનીય સભ્યએ રાજીનામુ આપતા પ્રશ્ન રદ કરેલ છે" જેવી સૂચના લખી હતી.
રાજીનામુ આપેલા ધારાસભ્યોએ પ્રશ્નો રદ કર્યા, પ્રશ્નોત્તરીમાં લખી ખાસ સૂચના
રાજ્યસભાની ચૂંટણી પહેલા જ જોડતોડની નીતિઓ સામે આવી હતી. જેમાં કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના ઘરે જઈને રાજીનામુ આપ્યું હતું. જેની અસર આજે વિધાનસભાની પ્રશ્નોતરીમાં જોવા મળી હતી. મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસના ધારાસભ્યોએ આગાઉ પૂછેલા પ્રશ્નોની પ્રશ્નોતરીમાં આવતા પ્રશ્નો રદ કરીને રાજીનામુ આપ્યું હોવાનું સૂચના લખી હતી.
રાજ્યસભાની ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, આજની પ્રશ્નોત્તરીમાં કુલ 8 જેટલા પ્રશ્નોના નંબર નીચે પ્રશ્નો અને જવાબની જગ્યાએ સૂચના લખી હતી. આમ, ધારાસભ્યોને રાજીનામા બાદ સભ્ય ક્યાંય ભાગ નથી લઇ શકતા તેથી જ આજની પ્રશ્નોતરીમાં ખાસ સૂચના લખવામાં આવી હતી.
Last Updated : Mar 18, 2020, 1:57 PM IST