ગાંધીનગર: રાજ્ય સરકારે સામાન્ય વહીવટી વિભાગનો 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર રદ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ હવે છેલ્લા ચાર દિવસથી સમગ્ર સમાજની મહિલા ઉમેદવારો પણ ગાંધીનગરના વિસ્ટા ગાર્ડનમાં સરકારનો વિરોધ કરી રહી છે.
સવર્ણોએ આંબેડકરને ફુલહાર, પરિપત્ર કરનાર વિરુદ્ધ આંદોલનકારીઓ પોલીસ કરશે ફરિયાદ - ગાંધીનગર ન્યુઝ
વર્તમાન સમયમાં ગાંધીનગર એટલે કે આંદોલન નગરમાં હવે દિવસેને દિવસે પરિસ્થિતિ વિરાટ સ્વરૂપ લઇ રહી છે. એસસી એસટી અને ઓબીસી સમાજ તથા સવર્ણ સમાજ ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના 1 ઓગસ્ટ 2018ના પરિપત્રને લઈને આમને-સામને છે અને સરકાર વચ્ચે ફસાઈ હોય તેવું લાગી રહ્યું છે. જેમાં આજે સવારના સમાજના આગેવાનો અને મહિલાઓએ રેલી કરીને આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા જ્યારે એસસી, એસટી, ઓબીસીના આંદોલનકારીઓએ પણ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને જે અધિકારીઓએ પરિપત્ર બહાર પાડ્યો છે તેની વિરુદ્ધમાં પોલીસ કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.

છેલ્લા ચાર દિવસ થયા તેમ છતાં પણ સરકાર હજુ ફક્ત વિચારણામાં જ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આજે સવારના મહિલાઓ દ્વારા અને આગેવાનો દ્વારા રેલી યોજીને આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા. આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મળવાની વાત કરી હતી, ત્યારબાદ એસસી, એસટી, ઓબીસીના આંદોલનકારી કેવલસી રાઠોડ પણ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને તેઓએ પણ ફુલહાર કર્યા હતા, ત્યારબાદ જય ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે એક વખત 2018ના દિવસે જે પણ અધિકારીઓએ પરિપત્ર બહાર પાડ્યો છે તે તમામ અધિકારીઓ વિરુદ્ધ સેકટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવશે.