ગુજરાત

gujarat

ETV Bharat / state

દેહગામમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની પ્રક્રિયા એક સપ્તાહથી બંધ - Public Health Center

દેહગામમાં માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ કાઢવાની પ્રક્રિયા ગત એક સપ્તાહથી બંધ છે. જે કારણે દહેગામ તાલુકાના લોકોને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Dehgam news
Dehgam news

By

Published : Jun 13, 2021, 5:17 PM IST

  • દેહગામમાં માં અમૃતમ કાર્ડ કાઢવાની પ્રક્રિયા એક સપ્તાહથી બંધ
  • બહિયલ અને કડાદરામાં પણ માં અમૃતમ કાર્ડ કાઢવાની પ્રક્રિયા બંધ
  • લોકોને પડી રહી છે અનેક મુશ્કેલીઓ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા માં કાર્ડ અને માં અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ કાઢવાની સુવિધા ગ્રામ વિસ્તારોમાં PHC સેન્ટર્સને પણ આપવામાં આવી છે, ત્યારે લોકોની સુવિધા માટેની આ પ્રક્રિયા હાલ બંધ હાલતમાં હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

એજેન્સીઓના કર્મચારીઓ ના કહેતા જ લોકોને પાછા ફરવું પડે છે

લોકો દેહગામમાં હેલ્થ કાર્ડ કઢવામાં માટે આવે છે, પણ ત્યાં લોકોને ધરમનો ધક્કો ખાવો પડે છે. દેહગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ( Dehgam Community Health Center ) ખાતે કાર્ડ કાઢી આપવાની સિસ્ટમ એક સપ્તાહથી બંધ છે. જે એજેન્સીને આ કામા સોંપવામાં આવ્યુ છે. ત્યાંના કર્મચારીઓનું કહેવુ છે કે, હાલ સિસ્ટમ બંધ છે. એક બાજુ સરકાર હેલ્થ કાર્ડ યોજના માટે લોકોને પ્રોત્સાહિત કરે છે, તો બીજી બાજુ આ પ્રકારની ક્યાંક ધીમી ગતિએ કામ થતું જોવા મળે છે.

બહિયલ અને કડાદરામાં પણ માં અમૃતમ કાર્ડ કાઢવાની પ્રક્રિયા બંધ

દહેગામના અન્ય Public Health Centerપણ બંધ હાલતમાં

બીજી તરફ સરકાર વહેલી તકે કાર્ડ કઢાવી લેવાની સલાહ આપે છે, ત્યારે દહેગામના અન્ય Public Health Center પણ બંધ હાલતમાં છે. આ સિવાય દેહગામનું સણોદાના Public Health Center, પાટનાકુવા, પાલુન્દ્રા, બહિયલ અને કડાદરામાં પણ આ સુવિધા બંધ છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details