જીલ્લા પંચાયતમા 14 દિવસ માટે પ્રમુખ બદલાયા, જાણો કારણ - પ્રમુખ
ગાંધીનગર : જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ભરતભાઇ પટેલ હવે પ્રમુખ પદનો ચાર્જ સંભાળશે. જે માટેની વિધિવત પ્રક્રિયા પુરી થઇ ચૂકી છે. 4 જાન્યુઆરીના શનિવારના રોજ બપોરે 12:39 કલાકે ભરતભાઇ પ્રમુખ પદ સંભાળશે.
જીલ્લા પંચાયતમા 14 દિવસ માટે પ્રમુખ બદલાયા, જાણો કારણ
જિલ્લા પંચાયત પ્રમુખ મંગુબેન શનાભાઇ પટેલના ઘરે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ હોય, જેથી તેઓ 4થી 18 જાન્યુઆરી સુધી રજા ઉપર હોવાથી પંચાયત અધિનિયમ મુજબ પ્રમુખની ગેરહાજરીમાં ઉપ પ્રમુખ પ્રમુખનો ચાર્જ સંભાળશે. તેવી જ રીતે જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો પૈકી નિયમિત હાજરી આપનાર શાસક પક્ષ કોંગ્રેસના સભ્યોની યાદીમા પ્રથમ ક્રમે ભરતભાઇ પટેલ છે. જેથી તેઓ પ્રમુખનો હોદ્દો સંભાળશે, ત્યારબાદમાં પણ તેઓ જિલ્લાના અરજદારોને નિયમિત મળતા રહેશે.