- ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયક 2021 દાખલ કરાયું
- ધારાસભ્યોએ બિલ પર પોતાના મંતવ્યો રજૂ કર્યા
- બહુમતીથી બિલ ગૃહમાં પસાર કરવામાં આવ્યું
ગાંધીનગર:બુધવારના રોજ ગુજરાત વિધાનસભા ગૃહમાં ફોજદારી કાર્યરીતિ સુધારા વિધેયક 2021 દાખલ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર પોલીસ કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કાર્યરીતિ જુદા જુદા પ્રસંગોએ જાહેર વ્યવસ્થા જાળવવા માટે અથવા કોઈ વ્યક્તિને થતા નુકસાન અથવા લોકોના જાનમાલના નુક્સાન અથવા લોકોના જાન, સ્વાસ્થ્ય સલામતીને જોખમ, શાંતિનો ભંગ કે હુલ્લડ અથવા બખેડો અટકાવવા માટે કોઈ વ્યક્તિને અમુક કામ ન કરવાનો અથવા અમુક વ્યવસ્થા જાળવવાનો આદેશ આપતા નિષેધાત્મક મૂક બહાર પાડવાની સત્તા આપવામાં આવી છે. ફોજદારી કેસનું રજીસ્ટ્રેશન સરળ બનાવવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 155 જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. બહુમતીથી વિધાનસભાગૃહમાં આ સુધારો કરવામાં આવ્યો હતો. રાજ્યપત્રમાં પ્રસિદ્ધ થયેલો આ કાયદો રાજ્યમાં અમલી બનશે.
વિધાનસભાના અન્ય સમાચાર:
- લોકડાઉનમાં નોંધાયેલી CRPCની કલમ 188 અંતર્ગતની ફરિયાદો રદ્દ કરવા માગ
- બે વર્ષમાં 3132 ટેબ્લેટ જ આપ્યા હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી વંચિત
- સરકારને ખેતીમાં રસ નથી, ઉદ્યોગો માટે રાતોરાત સરકારી જમીનની કરાઈ રહી છે ફાળવણી: કોંગ્રેસ
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં થશે મદદરૂપ