ગાંધીનગર: કોલવડા ગામમાં 53 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર ગામને બફર ઝોનમાં મુકી દેવામાં આવ્યુ છે. તેવા સમયે ગઈકાલે ગુરૂવારે ગામની સીમમાં આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાંથી દીપડો પકડાયો હતો. જેને લઇને વનવિભાગના અધિકારીઓ દ્વારા તેને બેભાન કરીને પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સેક્ટર 30માં આવેલી વનવિભાગની કચેરી ખાતે લઈ જવાયો હતો. જ્યાં નિરીક્ષણ કર્યા બાદ તેને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમા લઈ જવામાં આવ્યો છે.
દેશનો પહેલો કિસ્સો: બફર ઝોન જાહેર કરેલા કોલવડામાંથી પકડાયેલા દીપડાને કોરેન્ટાઇન કરાયો - હિંસક દીપડો
દેશભરમાં કોરોના વાઈરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં ભાગ્યે જ બની હોય તેવી ઘટના સામે આવી છે. ગુરુવારે ગાંધીનગર પાસે આવેલા કોલવડા ગામની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાંથી દીપડો પકડાયો હતો. જેને વનવિભાગના કર્મચારીઓ દ્વારા એક કલાકની મહેનત બાદ બેભાન કરીને પકડી પાડવામાં આવ્યો હતો. આ દીપડાને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમા લઈ જવામાં આવ્યો છે. જ્યાં તેને તમામ પ્રાણીઓથી દુર રાખી કોરેન્ટાઇન કરાયો છે.
પ્રકૃતિ ઉદ્યાનના ડૉ.અનિકેત પટેલે કહ્યું કે, દીપડાને પ્રકૃતિ ઉદ્યાનમાં પ્રવેશ આપવાની સાથે જ સમગ્ર પાંજરા સહિત સેનેટાઈઝર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું. બફર ઝોનમાંથી પકડાયો હોવાના કારણે દીપડામાં કોરોના વાયરસના લક્ષણો છે કે, નહીં તેની દિવસ પર તપાસ કરવામાં આવી હતી. તેની સાથે પ્રકૃતિ ઉદ્યાનના તમામ કર્મચારીઓને સેનેટાઈઝર અને માસ્ક સાથે દિપડાની આજુબાજુમાં જવા માટે આદેશ કરવામાં આવ્યા હતા. આ દીપડાને 2.5 કિલો મટન ભોજન આપવામાં આવી રહ્યું છે. તે કેટલું આરોગ્ય છે. તેના ઉપર પણ વનવિભાગના કર્મચારીઓ નજર રાખી રહ્યા છે.
બીજી તરફ મહત્વની બાબત એ છે કે, સમગ્ર પ્રકૃતિ ઉદ્યાનમાં જે પ્રાણીઓ લાવવામાં આવે છે. તેને પ્રાણીઓની બેરેકમાં રાખવામાં આવે છે. પરંતુ આ દીપડાને હાલમાં પ્રકૃતિ ઉદ્યાન જ પરંતુ આ પબ્લિક અને પ્રાણીઓની અવરજવરના હોય તેવી જગ્યામાં રાખવામાં આવ્યો છે. બે સમય સ્થાનિક ડોક્ટર દ્વારા તેનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે કેટલાક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકી રહી ગયેલા ટેસ્ટ આજે કરવામાં આવી શકે છે. મુખ્ય બાબત એ છે કે, સમગ્ર દેશમાં આ પહેલો એવો બનાવ છે કે, હિંસક પ્રાણીને કોરોના વાયરસ દરમિયાન કોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.