ગુજરાત

gujarat

ETV Bharat / state

કેન્દ્ર સરકાર બાદ હવે ભાજપનું સંગઠન મેદાનમાં, લોકો સુધી પહોંચાડશે CAAની માહિતી - નાગરિકતા સંશોધન એક્ટ-CAA સંદર્ભે જનજાગરણ અભિયાન

ગાંધીનગર :કેન્દ્ર સરકાર દ્વારા સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ(CAA) લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં હિંસા ભડકી ઉઠી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આજકાલ લોકોને પરત લેવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે. પરિણામે પ્રદેશ સંગઠન દ્વારા એક બેઠક બોલાવીને હોદ્દેદારોને જવાબદારી સોંપી હતી. આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવા માટે સંગઠન મેદાનમાં આવ્યું છે.

ગાંધીનગર
etv bharat

By

Published : Dec 22, 2019, 6:55 PM IST

સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટના કારણે ગુજરાતમાં બે દિવસ પહેલા અમદાવાદ અને વડોદરામાં હિંસા ફાટી નીકળી હતી. અસામાજિક તત્વો દ્વારા અમદાવાદમાં પોલીસને પણ ટાર્ગેટ કરવામાં આવી હતી, ત્યારે સરકાર જાણે મૂક પ્રેક્ષક બની ગઈ હોય તેમ માત્ર તમાશો જોઇ રહી હતી. નિર્દોષ પોલીસ ઉપર એક્ટના વિરોધમાં ઉતરેલા લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નાગરિકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશ, બંગાળ સહિતના રાજ્યોમાં લોકજુવાળ જોવા મળી રહ્યો છે.

CAA કાયદાને લોકો સુધી પહોચાડવામાં સરકાર નિષ્ફળ જતા સંગઠન મેદાનમાં આવ્યું

ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સીટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ 2019ને લઇને જનજાગૃતિ અભિયાન તેમજ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા કાર્યક્રમની સમિક્ષા કરવામાં આવી હતી.

25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાન દિવસે કરવામાં આવના કાર્યક્રમને લઇને ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે પ્રદેશ ભાજપ મોરચા સહિતના તમામ હોદ્દેદારોને એકને લોકો સુધી પહોંચાડવા અને સમજાવવા જવાબદારી સોંપવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ જાડેજા, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ ગુજરાત ભાજપ પ્રદેશ હોદ્દેદારો, નગર અને મહાનગરના પ્રભારી તેમજ પ્રમુખો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ પ્રધાનોની હાજરીમાં આ બાબતની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. વિજય રૂપાણીની સરકાર કઠોળ નિયમો લેવામાં ઉતરી રહી છે. બીજી તરફ કોંગ્રેસનું સોશિયલ મીડિયા આ બાબતે ખૂબ જ એક્ટિવ થયું છે. ત્યારે ભાજપના સોશિયલ મીડિયાને પણ એક્ટિવ થવા માટેના સૂચનો કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details